Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

કરણ જોહરની ફિલ્મ તખ્તમાં અનિલ કપૂર જોવા મળશે આ મુઘલ બાદશાહના રોલમાં

રણવીર સિંહ શાહજહાંના સૌથી મોટા પુત્ર દારા શિકોહનું પાત્ર ભજવશે

મુંબઈ :પ્રોડયૂસર-ડિરેક્ટર કરણ જોહરની ફિલ્મ તખ્તની ચર્ચા હાલ ચારે બાજુ થઈ રહી છે. ફિલ્મ માટે સ્ટારકાસ્ટિંગ થઈ ચુક્યુ છે. આ ફિલ્મ મોગલ શાસકો પર આધારિત છે. જેમાં અનિલ કપૂર શાહજહાંની ભુમિકામાં જોવા મળશે.

  બીજી બાજુ રણવીર સિંહ શાહજહાંના સૌથી મોટા પુત્ર દારા શિકોહનું પાત્ર ભજવશે. વિકી કૌશલ અને કરીના કપૂર શાહજહાંના અન્ય સંતાનોના રોલ કરશે.

(1:11 pm IST)