Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

કાલથી 'ગોલ્ડ' અને 'સત્યમેવ જયતે' રિલીઝ

આવતી કાલથી ૧૫મી ઓગષ્ટના દિવસે બે નવી ફિલ્મો રિલીઝ થઇ છે. જેમાં નિર્માતા રિતેશ સિધવાની, ફરહાન અખ્તર અને નિર્દેશક રિમા કાગતીની ફિલ્મ 'ગોલ્ડ'માં સંગીત સચીન-જીગરનું છે. અક્ષય કુમાર, મોૈની રોય, કૃણાલ કપુર, અમિત સાધ, વિનીત સિંહ, સની કોૈશલ અને નિકીતાની મુખ્ય ભૂમિકા છે. ૧૯૪૮માં આયોજીત ઓલિમ્પિકમાં હોકીમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યું હતું. આ સ્વતંત્ર ભારત દ્વારા જીતાયેલો પહેલાો ગોલ્ડ મેડલ હતો. આ વાસ્તવિક ઘટનાને અધાર બનાવીને એક કાલ્પનિક કહાની રિમા કાગતીએ બનાવી છે. જે ગોલ્ડ ફિલ્મમાં દેખાડાશે. જેમાં દેખાડાયું છે કે ૧૯૪૮ની આ જીત પાછળ બાર વર્ષની મહેનત હતી ફિલ્મી વાત કરીએ તો ૧૯૩૬માં તપન દાસ (અક્ષય કુમાર) એક યુવા આસિસ્ટન્ટ મેનેજર છે. તેનું સપનુ છે સ્વતંત્ર ભારતની હોકી ટીમમાં રમવાનું છે અને ભારત માટે ગોલ્ડ મેડલ જીતવાનું છે. તપનના સપનાને પુરૂ કરવાની યાત્રા ગોલ્ડ ફિલ્મમાં છે. આ ફિલ્મથી ટીવીની લોકપ્રિય અભિનેત્રી મોૈની રોય બોલીવૂડમાં એન્ટ્રી કરી રહી છે. નિર્દેશક રિમા કાગતીએ અગાઉ હનીમૂન ટ્રાવેલ્સ પ્રા.લિ. (૨૦૦૭) અને તલાશ (૨૦૧૨)માં બનાવી હતી.

બીજી ફિલ્મ 'સત્યમેવ જયતે'ના નિર્માતા ભુષણ કુમાર, કિશન કુમાર, મોનીશા અડવાણી અને નિખીલ અડવાણી તથા નિર્દેશક મિલાપ મિલન ઝવેરી છે. ફિલ્મમાં સંગીત સાજીદ-વાજીદ, તનિષ્ક બાગચી, રોચક કોહલી અને આરકો પ્રાવો મુખર્જીનું છે. આ ફિલ્મમાં જોન અબ્રાહમ, મનોજ બાજપાઇ, આયેશા શર્મા, અમૃતા કાનવીલકર, તોતા રોય ચોૈધરી, દેવદત્તા નાગે અને ખાસ આઇટમ સોંગમાં નોરા ફતેહી છે.  ફિલ્મ હાર્ડકોર એકશન થ્રિલર પ્રકારની છે. જોન બદમાશો સાથે ધમાલ કરતો જોવા મળશે. ફિલ્મનું ટ્રેલ ખુબ પસંદ કરાયું છે. આ ફિલ્મની સીધી ટક્કર અક્ષયની ગોલ્ડ સાથે થવાની છે. ફિલ્મમાં મનોજ બાજપાઇ ડીસીપીના રોલમાં છે. નોહા પર ફિલ્માવાયેલા દિલબર...દિલબર...ગીતે ધૂમ મચાવી છે. 

(9:48 am IST)