Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

ટીવી શો 'ઇશ્કબાઝ' ફેમ શ્રેનુ પારીખનો કોરોના રિપોર્ટ પોઝીટીવ : હોસ્પિટલમાં દાખલ કરાઈ

શ્રેનુંએ લખ્યું - હું કોરોના વોરિયર્સની આભારી છું, જેઓ આ ડરામણા સમયમાં દર્દીઓની સારવાર કરે છે.

મુંબઈ : ટીવી એક્ટ્રેસ શ્રેનુ પારીખ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. અભિનેત્રીએ ખુદ સોશિયલ મીડિયા પર તેના વિશે માહિતી આપી છે. શ્રેનુએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી કે તેણી થોડા દિવસો પહેલા કોરોના પોઝિટિવ મળી હતી. તે હોસ્પિટલમાં છે અને સ્વસ્થ છે.

શ્રેનુએ લખ્યું- થોડા દિવસો પહેલા મને કોરોના પોઝિટિવ આવ્યો છે. હવે હું હોસ્પિટલમાં સ્વસ્થ છું. મને અને મારા પરિવાર માટે પ્રાર્થના કરો. હું કોરોના વોરિયર્સની આભારી છું, જેઓ આ ડરામણા સમયમાં દર્દીઓની સારવાર કરે છે.

શ્રેનુએ કેપ્શનમાં લખ્યું છે - આટલી સાવચેતી રાખ્યા પછી પણ જો તે તમને થાય છે, તો પછી આ અદ્રશ્ય રાક્ષસની શક્તિનો અંદાજ કાઢો, જેની સાથે આપણે લડી રહ્યા છીએ. કૃપા કરીને ખૂબ કાળજી રાખો અને પોતાને બચાવો.

(12:06 pm IST)