Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

જાતે ખતરનાક સ્ટંટ કરશે કંગના

બોલીવૂડમાં પોતાના બળે સફળ બનેલી અભિનેત્રી કંગના રનોૈત લોકડાઉનના સમયમાં પોતાના હોમટાઉન મનાલીમાં રહીને સમય વીતાવી રહી છે. હવે ટીવી સિરીયલ અને ફિલ્મોના શુટીંગ ધીમે-ધીમે શરૂ થઇ રહ્યા છે. જો કે સેટ પર કોરોનાને કારણે સલામતિનું ખુબ જ ધ્યાન રાખવું પડે છે. કંગના રનોૈતે પણ પોતાની આગામી ફિલ્મ ધાકડનું કામ શરૂ કરી દીધું છે. કંગનાની ટીમે સોશિયલ મિડીયા પર અમુક તસ્વીરો પોસ્ટ કરી હતી. જેમાં કંગના ફિલ્મના સાથીદારો સાથે પોતાના પાત્ર અને કહાનીની સમજ મેળવતી જોવા મળે છે. કંગના સ્ક્રિપ્ટ રીડીંગ કરતી જોવા મળે છે. તસ્વીરો પોસ્ટ કરવામાં આવી તેમાં લખાયું છે કે કંગનાની ધાકડનું કામ શરૂ થઇ ગયું છે. ધાકડમાં કંગના જબરદસ્ત એકશન કરતી જોવા મળશે. નિર્દેશક રજનીશ રાજી ધઇની આ ફિલ્મમાં કંગના જાતે ખતરનાક સ્ટંટ કરશે. ગયા વર્ષે પોસ્ટર રિલીઝ થયું હતું. જેમાં કંગના હાથમાં ભારેખમ ગન સાથે જોવા મળી રહી છે. કંગના સાથે પંકજ ત્રિપાઠી, ઋચા ચઢ્ઢા, નીના ગુપ્તા પણ ખાસ રોલમાં છે.

(10:14 am IST)