Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

આર. માધવન વધુ એક વેબ સિરીઝમાં

આર. માધવનને વેબ સિરીઝ બ્રીધની પહેલી સિઝન માટે ખુબ પ્રશંસા મળી હતી. હવે તે વધુ એક સિરીઝ સેવન્થ સેન્સમાં કામ કરી રહ્યો છે. આ સિરીઝનું નિર્માણા આંખે ફેઇમ ગોૈરાંગ દોશી કરી રહ્યા છે. તે જીમ્મી શેરગીલને લઇને લાઇન ઓફ ફાયરનું કામ પણ કરી રહ્યા છે. આ બંનેનું શુટીંગ યુએઇમાં શરૂ થશે. હાલના મહિનામાં જ આ સિરીઝનું શુટીંગ શરૂ થઇ જશે. ગોૈરાંગે અગાઉ અમિતાભ બચ્ચન, સુસ્મિતા સેન અભિનિત આંખે, અમિતાભ અને અક્ષય ખન્ના અભિનિત દિવાર જેવી ફિલ્મો બનાવી છે. સેવન્થ સેન્સ ફલોર પર જશે અને એ પછીના ક્રમે જીમ્મીની લાઇન ઓફ ફાયરનું શુટીંગ શરૂ થશે. માધવન અને જીમ્મીના ફિલ્મી ચાહકો મોટી સંખ્યામાં છે. આ બંનેને ચાહકો વેબ સિરીઝમાં પણ પસંદવ કરી ચુકયા છે. ફરીથી બંને નવી સિરીઝમાં જોડાયા છે. માધવન સાથે રોનિત રોય, ચંકી પાંડે, અહેસાસ ચન્ના, આશિમ ગુલાટી, દિબ્યેન્દુ ભટ્ટાચાર્ય સહિતના કલાકારો છે. જ્યારે લાઇન ઓફ ફાયરમાં તનુજ વિરવાણી અને સના સઇદ પણ છે. 

(10:14 am IST)