Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

શિવાંગીને મળી ડબલ રોલ અદા કરવાની તક

લોકડાઉન પછી શરૂ થયેલી ટીવી સિરીયલોને નિર્માતા-નિર્દેશક કાં તો વાર્તાને આગળ વધારીને કે પછી નવા વળાંકો લાવીને રજૂ કરી રહ્યા છે. લગભગ તમામ ટીવી શોમાં આવુ થઇ રહ્યું છે. સ્ટાર પ્લસની યે રિશ્તા કયા કહેલાતા હૈમાં પણ આવુ જ થયું છે. નવા એપિસોડને ટર્ન સાથે રજૂ કરવામાં આવશે. શિવાંગી જોષી એટલે કે નાયરાની ટ્વીન સિસ્ટર એવી ટીનાની એન્ટ્રી કરાવવામાં આવી છે. આ બંને ટ્વીન છે છતાં એકમેકથી બીલકુલ અલગ છે. નાયરા અને ટીનાનું પાત્ર ભજવતી શિવાંગી કહે છે નાયરા આજ્ઞાંકિત વહૂના રોલમાં છે તો સામે ટીના આજના યુગની બોલ્ડ અને સ્ટાઇલીશ છોકરી છે. બંને પાત્રો એકબીજાથી સાવ અલગ છે. નાયરા માટે પરિવાર વધુ મહત્વનું છે, જ્યારે ટીના પોતાની જાતને મહત્વની સમજે છે. શિવાંગીએ કહ્યું હતું કે લોકડાઉનમાં હું ટીવી શોના સેટને ખુબ યાદ કરતી હતી. હવે લોકડાઉન ખુલતાં મને એક નહિ એક સાથે ડબલ રોલની તક મળતાં મારી ખુશીનો પાર નથી.

 

(10:13 am IST)