Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

કરણસિંહ, સાગરિકા અને ગોૈરવ વેબ સિરીઝમાં એક સાથે

ટીવી અને ફિલ્મોનો અભિનેતા કરણસિંહ ગ્રોવર પણ હવે ડિઝીટલ પ્લેટફોર્મ પર એન્ટ્રી કરી રહ્યો છે. ઓલ્ટ બાલાજીની વેબ સિરીઝ 'બોસ-બાપ ઓફ સ્પેશિયલ સર્વિસિઝ'માં તે મુખ્ય રોલ નિભાવી રહ્યો છે. સાથે સાગરિકા ઘાટગે અને ગોૈરવ ગેરા પણ છે. સાગરિકા પણ પહેલી વખત વેબ સિરીઝમાં કામ કરી રહી છે. આ સિરીઝમાં કરણસિંહ ગ્રોવરના પાત્રનું નામ કેશવ પંડિત છે, જે એક કોન આર્ટિસ્ટ છે. તો સાગરીકા એસીપી સાક્ષી રાવતનો રોલ નિભાવી રહી છે. એસીપી સાક્ષી અને જીજ્ઞેશ (ગોૈરવ ગેરા) ગુનેગારોની બેન્ડ બજાવતાં જોવા મળશે. પોસ્ટરમાં લખ્યું છે કે તે પોતાના નિયમો મુજબ કામ કરે છે. તે કાનૂનના દાયરામાં રહી કામ કરનારી છે. પણ બંને સાથે આવે છે ત્યારે ગુનેગારોનું જીવવું મુશ્કેલ થઇ જાય છે.  આ રહસ્યમયી થ્રિલર સિરીઝનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. કરણસિંહ હાલમાં કસોૈટી જિંદગી કી-૨માં મિસ્ટર બજાજનો રોલ નિભાવી રહ્યો છે. સાગરિકા છેલ્લે ફિલ્મ 'ઇરાદા'માં જોવા મળી હતી.

(10:02 am IST)