Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

ત્રણ ફિલ્મોના કામમાં વ્યસ્ત કિયારાને ચોથી ફિલ્મ મળી

કિયારા અડવાણીએ બોલીવૂડમાં ફગ્લી ફિલ્મથી એન્ટ્રી કરી હતી. એ ફિલ્મમાં તેના રોલને વખાણાયો હતો. હાલમાં જ તેની ફિલ્મ 'કબિરસિંહ' સુપરડુપર હિટ નિવડી છે. બોકસ ઓફિસ પર બસ્સો કરોડથી વધુની કમાણી આ ફિલ્મે કરી લીધી છે. આ કારણે કિયારા અત્યંત ખુશ છે. તે ત્રણ ફિલ્મોના કામમાં વ્યસ્ત છે ત્યાં ચોથી ફિલ્મ મળી છે. કેપ્ટન વિક્રમ બત્રાના જીવન પરથી બની રહેલી ફિલ્મમાં તે મહત્વની ભૂમિકા નિભાવી રહી છે. આ ફિલ્મનું નામ 'શેરશાહ' રખાયું છે. જેમાં કિયારા મુખ્ય રોલમાં નથી. પરંતુ તે કહે છે કે આ ફિલ્મનો ભાગ બનવું તે મારા માટે સન્માની બાબત છે. કિયારા પાસે બીજી ત્રણ ફિલ્મો ગૂડ ન્યુઝ, લક્ષ્મી બોમ્બ અને ઇન્દૂ કી જવાની છે. કેપ્ટન વિક્રમ બત્રા કારગિલ યુધ્ધના મહાનાયક હતાં. સોળ હજાર ફુટની ઉંચાઇ પર તેણે દૂશ્મનો સામે જબરદસ્ત લડત આપી હતી. તેઓ શહિદ થયા ત્યારે ઉમર માત્ર ૨૪ વર્ષ હતી.

(10:02 am IST)