Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

સાદગીમાં માનતી કેટરિના તેના જન્મદિનને સામાન્ય દિવસની જેમ જ વિતાવવા માગે છે

મુંબઇઆવતી કાલે બૉલીવૂડની અભિનેત્રી કેટરિના કેફની 35મી વર્ષગાંઠ છે. હવે જન્મદિન છે તો સેસિબ્રેશન તો હશે જ, કારણ કે સેલિબ્રેશન માટે તો ફક્ત બહાના જોઇએ છે. આ વિશે કેટરિના કહે છે કે હું મારા પરિવાર સાથે મારો જન્મદિન ઉજવવા માગું છું. ત્યાંથી પરત હું કામે ચડી જઇશ. જીહા, કેટરિના હાલમાં આનંદ એલ. રાયની ફિલ્મઝીરોનું શૂટિંગ કરી રહી છે. 18મી જુલાઇથી તે ફરીથી કામે ચડી જશે. સાદગીમાં માનતી કેટરિના તેના જન્મદિનને સામાન્ય દિવસની જેમ જ વિતાવવા માગે છે.

કેટરિનાની ફિલ્મોની વાત કરીએ તોઠગ્સ ઓફ હિંદુસ્તાનમાં તે અમિતાભ બચ્ચન, આમિર ખાન અને ફાતિમા સના શેખ સાથે મહત્ત્વની ભૂમિકા ભજવતી જોવા મળશે.

(12:39 pm IST)