Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

હોલિવૂડની હિટ ફિલ્મ 'ધ ગર્લ ઓન ધ ટ્રેન ' ની હિન્દી રિમેક: પરિણીતી ચોપડા કરશે એમિલી બ્લન્ટનો રોલ

એમિલીએ અદ્ભુઅત રીતે પોતાનો રોલ જીવંત કર્યો હતો

મુંબઈ :હોલિવૂડની હિટ ફિલ્મ ધ ગર્લ ઓન ધ ટ્રેન ફિલ્મની હિન્દી રિમેક બની રહી છે, મૂળ ફિલ્મમાં એક વ્યથિત મહિલાનો રોલ એમિલી બ્લન્ટે કર્યો હતોજે રોલ બોલીવુડની અભિનેત્રી પરિણીતી ચોપડા ભજવશે

  અભિનેત્રી પરિણિતી ચોપરાએ કહ્યું હતું કે હોલિવૂડની અભિનેત્રી એમિલી બ્લન્ટ સાથે મારા કામની તુલના થશે એ હું જાણું છું. હું મારા તરફથી કામમાં જરાય ઊણપ રહેવા નહીં દઉં.

  તેણે કહ્યું હતું કે ગર્લ  ઓન ધ ટ્રેન ફિલ્મમાં  એમિલીએ આ રોલમાં જાન રેડી દીધો હતો અને એમની ચોમેર પ્રશંસા થઇ હતી. હું જાણું છું કે કોઇ વિદેશી ફિલ્મની રિમેક બને ત્યારે જાણ્યે અજાણ્યે બંનેના કલાકારોની તુલના થતી હોય છે. એમિલીએ અદ્ભુઅત રીતે પોતાનો રોલ જીવંત કર્યો હતો. મારી એમની સાથે તુલના થશેે એ હકીકત હું જાણું છું. હું એટલુંજ કહી શકું કે મારા તરફથી હું કામમાં કોઇ કચાશ ન રહી જાય એવો ભરપુર પ્રયાસ કરીશ.

ઓરિજિનલ ફિલ્મ હિટ નીવડી હતી. પરિણિતીએ કહ્યું કે હિન્દી રિમેક પણ હિટ નીવડે એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને મૂળ ફિલ્મ જેવીજ બહેતર હિન્દી ફિલ્મ પણ બને એવા અમારા સૌના પ્રયાસ રહેશે. ભારતીય દર્શકો નિરાશ ન થાય એવા અમે પ્રયાસો કરવાના છીએ.

(1:46 pm IST)