Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

હવે સુશાંત અને જેક્લીન ડ્રાઇવને લઇને વ્યસ્ત થયા

સાતમી સપ્ટેમ્બરના દિવસે ફિલ્મ રજૂ કરવા તૈયારી :એક્શન કોમેડી ફિલ્મ કરણ જોહર દ્વારા નિર્મિતિ :રિપોર્ટ

મુંબઇ,તા. ૧૫ :સુશાંત સિંહ રાજપુત અને જેક્લીન હવે પોતાની ફિલ્મ ડ્રાઇવને લઇને વ્યસ્ત થયેલા છે. આ ફિલ્મનુ શુટિંગ પૂર્ણ થવા આવ્યુ છે. ફિલ્મ નિર્ધારિત કાર્યક્રમ મુજબ  હવે સાતમી સપ્ટેમ્બર ૨૦૧૮ના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ગયા વર્ષે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં  ફિલ્મ ડ્રાઇવના શુટિંગ અર્થે ઇઝરાયેલમાં  બન્ને કલાકારો પહોચ્યા હતા. તરૂણ મનસુખાણીની આગામી એક્શન અને  કોમેડી ફિલ્મનુ નિર્માણ કરણ જોહર દ્વારા કરવામાં આવી રહ્યુ છે. સુશાંત અને જેક્લીનની જોડી ઇઝરાયેલના ફાયનાન્સિયલ  અને ટેકનોલોજી હબ તેલ એવીવ ખાતે શુટિંગ કરી ચુકી છે. તરૂણે માહિતી આપતા કહ્યુ છે કે એક્શન કોમેડી ફિલ્મ બનાવવામાં આવી રહી છે. ઇઝરાયેલ એક પાર્ટી સ્થળ તરીકે છે. ત્યાં હવામાન પણ આદર્શ રહે છે. જેથી ઇઝરાયેલમાં શુટિંગ કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યા બાદ તમામ કલાકારો પણ ખુશ દેખાયા હતા. સુશાંત અને જેક્લીનની સાથે સાથે અન્ય તમામ કલાકારો ઇઝરાયેલ પહોંચી ગયા હતા. બીચ પર શુટિંગ કરવામાં આવ્યુ હતુ. કેટલાક પાર્ટી હોટસ્પોટ પર પણ શુટિંગ કરવામાં આવ્યુ હતુ.  તેમનુ કહેવુ છે કે ઇઝરાયેલમાં જ્યા પણ અમને શુટિંગ કરવા માટેની મંજુરી મળી હતી ત્યાં શુટિંગ કરવામં આવ્યુ હતુ. આજ જાનેની જિદ્દ ના કરો  ગીત પર હાલમાં જ સુશાંત અને જેક્લીનની જોડીએ જાદુ જગાવ્યો હતો. ફિલ્મ ફેર એવોર્ડમાં બન્ને સાથે નજરે પડ્યા હતા. તરૂણનુ કહેવુ છે કે આ નવી જોડી તમામ ચાહકોને પસંદ પડશે. તેમના પરફોર્મને તેઓ જોઇ ચુક્યા છે. બન્ને સારા ડાન્સરની સાથે સાથે સારા કુશળ કલાકાર છે. તેમના ડાન્સિંગ ટેલેન્ટને બહાર લાવવાના પ્રયાસ ફિલ્મ વેળા કરવામાં આવનાર છે. ડ્રાઇવ ફિલ્મ કાર, રેસિંગ, માઇન્ડ ગેમ્સ અને અલગ પ્રકારની એક એક્શન ફિલ્મ રહેનાર છે. નવી ફિલ્મ સિરિઃ શરૂ થઇ રહી છે

(12:38 pm IST)