Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

ટીવી કપલ કાંચી સિંહ અને રોહને માણ્યું વેકેશન

ટીવી રિયાલીટી શો બીગ બોસ-૧૦માં ભાગ લઇ ચુકેલો રોહન મહેરા હાલમાં ગર્લફ્રેન્ડ કાંચી સિંહ સાથે દક્ષિણ કોરીયામાં વેકેશન માળવા ગયો હતો. આ બંને ત્યાં ટુરીઝમ પ્રમોશનના કામ માટે ગયા હતાં.  કાંચી અને રોહને સોશિયલ મિડીયા પર એરોપર્ટની તસ્વીરો પોસ્ટ કરી હતી. આ બંનેની જોડીને ટીવી દર્શકોએ ખુબ પસંદ કરી છે. રોહન અને કાંચી ટીવી શો 'યે રીશ્તા કયા કહેલાતા હૈ'માં સાથે કામ કર્યુ હતું. એ વખતે જ બંને વચ્ચે પ્રેમ થઇ ગયો હતો. જો કે શોમાં બંને પિત્રાઇના રોલમાં હતાં. હવે બંનેએ આ શો છોડી દીધો છે. રોહન છેલ્લે સસુરાલ સિમર કા શોમાં જોવા મળ્યો હતો. કાંચી હાલમાં કેમેરાથી દુર રહી સોશિયલ મિડીયા પર વધુ સક્રિય છે.  બંનેની તસ્વીરોને તેના ચાહકો ખુબ પસંદ કરે છે. 

(9:54 am IST)