Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

અક્ષય કુમારના હાથ પર લાગલગાટ આઠ ફિલ્મો

અક્ષય કુમાર વધુ એક ફિલ્મને કારણે ચર્ચામાં છે. કરણ જોહરની એક ફિલ્મમાં તે કરીના કપૂર સાથે કામ કરશે. અક્ષય અને કરીના આ ફિલ્મમાં પતિ-પત્નિના રોલમાં છે, જેને કોઇ સંતાન નથી. આ ફિલ્મ બે કપલની કહાની છે. બીજા કપલ તરીકે રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકરની પસંદગી થઇ છે. પરણેલા કપલ્સની મુશ્કેલીઓ, ઉમરના પડાવ પર પહોંચેલા કપલની હાલત વિશે આ ફિલ્મ હશે. આ ઉપરાંત અક્ષયના હાથ પર બીજી જે ફિલ્મો છે તેમાં ગોલ્ડ, ૨.૦, કેસરી, હાઉસફુલ-૪, હેરાફેરી-૩, રાઉડી રાઠોડ-૨, નિરજ પાંડેની એક ફિલ્મ તથા વેલકમ-૩ પણ છે. આ તમામ ફિલ્મોનું કામ શરૂ થવાનું છે. હાલમાં અક્ષય હાઉસફુલ-૪ અને કેસરીના  શુટીંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મો પુરી થયા બાદ બીજી ફિલ્મોનું કામ હાથ પર લેશે.

(9:53 am IST)