Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

નિરજ કાબી હવે પત્રકારના રોલમાં

હાલના દિવસોમાં લોકો માટે મનોરંજનનું મોટુ માધ્યમ કંઇ હોય તે એ છે ઓટીટી પ્લેટફોર્મ. અહિ સતત નવી-નવી સિરીઝ જોવા મળી રહી છે. આજથી વધુ એક સિરીઝ પાતાલ લોકનું સ્ટ્રીમિંગ થયું છે. આ સિરીઝે ખુબ ચર્ચા જગાવી છે. તેના કલાકારો, વિષય અને પોસ્ટર સતત ઉત્સુકતા જગાવનારા બન્યા છે. નવીનતમ ટીઝરે સમિક્ષકો અને દર્શકોને આકર્ષિત કર્યા હતા. આ શોમાં એક એકથી ચડીયાતા પાત્રો છે. જેમાં નિરજ કાબી પણ મહત્વના રોલમાં છે. નિરજે સેક્રેડ ગેમ્સમાં ઇન્સ્પેકટર ગાયતોન્ડેનો રોલ નિભાવી વાહ-વાહ મેળવી હતી. હવે પાતાલ લોકમાં તે સંજીવ મહેરા નામના પ્રાઇમ ટાઇમ પત્રકારના દિલચશ્પ રોલમાં જોવા મળશે. તે સતત સત્તા અને પોતાના વિશેષાધિકારને સ્થિર રાખવા કોશિષ કરતો અને તેના કારણે અનેક પડાવોમાંથી પસાર થતો દેખાશે. તે કહે છે મારું આ પાત્ર ચોક્કસ બધાને ગમશે. ક્રાઇમ-થ્રિલર ઝોનરના આ શોમાં પત્રકારિત્વની અંદરની દૂનિયા પણ જોવા મળવાની છે. અમેઝોન પ્રાઇમ વિડીયો પર આ સિરીઝ રિલીઝ થઇ છે. 

(10:24 am IST)