Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

મનિષે બનાવી પ્રેરણા આપતી શોર્ટ ફિલ્મ

અભિનેતા અને ટીવી પરદાનો જાણીતો એન્કર મનિષ પોલ પોતાની સેન્સ ઓફ હ્યુમર અને મજાકીયા અંદાજને કારણે મોટો ચાહક વર્ગ ધરાવે છે. તે દર્શકોને સતત હસતાં રાખવામાં માહેર છે. આ કારણે જ તેને ખાસ મિત્રો સુલ્તાન ઓફ સ્ટેજ કહીને બોલાવે છે. લોકડાઉનમાં બધા મહામારીથી પિડીત છે ત્યારે મનિષે પોતાના સ્ટાફની દેખભાળ રાખવામાં જરાપણ કચાસ રાખી નથી. મનિષ લોકડાઉનમાં ઘરે રહીને રસોઇ બનાવવી, પરિવાર સાથે સમય વિતાવવો, પિયાનો વખાડતાં શીખવું, સંગીત વિડીયો બનાવવો સહિતના કામ કરી રહ્યો છે. આ સમયમાં મનિષે પોતાના ચાહકો માટે એક શોર્ટ ફિલ્મ પણ બનાવી છે. જેને 'વ્હાઇટ ઇફ' નામ અપાયું છે. આ ફિલ્મ જીયો સ્ટુડિયો અને મનિષ પોૈલએ સાથે મળી બનાવીછ ે. આ ફિલ્મ યુટ્યુબ ચેનલ પર રિલીઝ થઇ છે. આ એક કાલ્પનિક ફિલ્મ છે. જેમાં લોકડાઉનથી થનારા ગંભીર પરિણામોની વાત છે. સાથો સાથે મહામારીથી બચવાની પ્રેરણા પણ અપાઇ છે. મનિષ કહે છે એક ગંભીર વાત મેં આ શોર્ટ ફિલ્મમાં કહી છે. સાથો સાથ ઘરમાં રહેવા અને સલામત રહેવા અપિલ કરી છે.

(10:24 am IST)