Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

ફરી વાયરલ થઇ મોનાલિસાની તસ્વીરો

ટીવી પરદે નઝર નામના શોમાં ડાયનનો રોલ નિભાવી ઘર-ઘરમાં જાણીતી બનેલી ભોજપુરી ફિલ્મોની અભિનેત્રી મોનાલિસા સોશિયલ મિડીયા પર પોતાની હોટ બોલ્ડ તસ્વીરો પોસ્ટ કરી ચાહકોમાં ચર્ચા જગાવવા માટે જાણીતી છે. હાલમાં લોકડાઉનના સમયમાં તે પણ બીજા સ્ટાર્સની જેમ ઘરે છે. તે પરિવાર સાથે ખાસ સમય પસાર કરી રહી છે. જો કે આ દિવસોમાં પણ તે પોતાની આકર્ષક તસ્વીરો પોસ્ટ કરવાનું ચુકતી નથી. તેણે પોસ્ટ કરેલી તસ્વીરમાં તે પતિ સાથે એક બોટમાં ખુશખુશાલ બેઠેલી જોવા મળી રહી છે. વાયરલ તસ્વીરમાં તે ફલોરલ પિન્ક આઉટફિટમાં ખુબ આકર્ષક દેખાઇ રહી છે. અન્ય તસ્વીરમાં પીળા રંગના આઉટફીટમાં પણ તે ગજબની સુંદર દેખાઇ રહી છે. બ્લૂ ડ્રેસની તેની તસ્વીરો પણ ખુબ વાયરલ થઇ છે, જેમાં તે હોટનેસ દેખાડી રહી છે. મોનાલિસા સમયાંતરે આવી તસ્વીરો થકી ઇન્ટરનેટ પર તહેલકો મચાવતી રહે છે.

(10:23 am IST)