Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહેલીવાર હાજરી આપશે અભિનેત્રી ડાયના પેન્ટી

મુંબઈ: અભિનેત્રી ડાયના પેન્ટી ફ્રાન્સમાં શરૂ થયેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહેલીવાર હાજરી આપવાની છે. ફિલ્મ ફેસ્ટિવલ ૨૫મી મે સુધી ચાલવાનો છે. સોશિયલ મીડિયા પર ડાયનાએ જણાવ્યું હતું કે હું એક બ્રાન્ડ સાથે મળીને ફિલ્મ ગાલાનો ભાગ બનવાની છું. જે નવા ગ્લોબલ પ્લેટફોર્મ પર ઈન્ડિયન સિનેમેટિક ટેલેન્ટની જીતની ઉજવણી કરી રહ્યું છે. વર્ષે પહેલીવાર હું પ્રતિષ્ઠિ ફિલ્મ ફેસ્ટિવલનો ભાગ બની રહી છું અને ખૂબ ઉત્સાહમાં છું. વર્ષે ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન ભારતીય અભિનેત્રીઓ દીપિકા પદુકોણ, કંગના, સોનમ કપૂર, હીના ખાન રેડ કાર્પેટ પર જોવા મળવાની છે.

(5:14 pm IST)