Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

મને અક્ષય અને અજયને જોઈને ગર્વ, બંનેને સલામ કરૂ છુ : સુનિલ શેટ્ટી

મુંબઇ,તા.૧૫ : ૯૦ના દાયકામાં સુનીલ શેટ્ટી બોલિવૂડના લીડ એક્ટર્સમાંથી એક હતો. તે સમયે ઇન્ડસ્ટ્રીમાં એક્શન હીરો તરીકે અક્ષય, અજય દેવગણ અને સુનીલ શેટ્ટીનું નામ લેવાતું હતું. પરંતુ ધીમે-ધીમે આ ત્રણેય કરિયરમાં જુદી-જુદી દિશામાં પહોંચી ગયા. અક્ષય અને અજય દેવગણે અત્યાર સુધી પોતાની પકડ જમાવી રાખી છે, તો સુનીલ શેટ્ટી તેની કેટલીક ભૂલોને લીધે રેસમાંથી દૂર થઇ ગયો. આ વાત પોતે  સુનીલ શેટ્ટીએ માની છે.

૫૭ વર્ષના સુનીલ શેટ્ટીએ કહ્યું કે, આજે મને અક્ષય અને અજયને જોઇને ગર્વ થાય છે. હું તેમને સલામ કરું છું. તે મારા નિકટના મિત્ર છે. આજે તેમણે જે જગ્યા મેળવી છે તે તેનાથી મને પ્રેરિત કરે છે. મને ઇર્ષા થતી નથી. મેં ભૂલો કરી છે અને તેના કારણે આજે હું અહીં છું. હું બન્નેના બહુ વખાણ કરું છું અને વિચારું છું કે કાશ હું તેમના જેવો હોત. તેના માટે મારે બહુ મહેનત કરવી પડશે.

(3:41 pm IST)
  • સાંજે કલેકટર કચેરીમાં સૂચિત સોસાયટી અંગે મહત્વની બેઠકઃ વધારાની ૯૦૦ અરજીઓ અંગે લેવાશે નિર્ણય : રાજ્ય સરકારે સૂચિત સોસાયટીમાં ૨૦૦૫ની કટ ઓફ ડેઈટ નક્કી કરતા રાજકોટની ૮૦ સોસાયટીમાં નાયબ મામલતદારો દ્વારા સર્વે કરાયોઃ કુલ ૯૦૦થી વધુ અરજીઓ ઉમેરાશેઃ સાંજે કલેકટર કચેરી ખાતે આ અંગે મહત્વની બેઠકઃ સૂચિતની કામગીરી કરતા નાયબ મામલતદારો - મામલતદારોને તેડુ access_time 3:29 pm IST

  • ચૂંટણી પંચની આકરી કાર્યવાહી બાદ મમતા બેનર્જી ધુંવાફુંવા :કહ્યું પીએમ નરેન્દ્રભાઈ મોદીને હટાવો;દેશ બહાર કાઢી મુકો :કોલકતામાં થયેલી હિંસાના વિરોધમાં પદયાત્રા કર્યા બાદ મમતાએ કહ્યું કે મોદીએ મારા બંગાળ અને બંગાળીયતનું અપમાન કર્યું :મમતાએ એવો પણ આરોપ લગાવ્યો કે અમિતભાઇ શાહના રોડ શોમાં 15 થી 20 કરોડનો ખર્ચ થયો access_time 1:18 am IST

  • પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા પાણીનો પ્રશ્ન નિવારવા રાજસ્થાન જશે : પાણીના પ્રશ્ને નિવારવા સરકારનો એકશન પ્લાનઃ રાજસ્થાનનું મોડલ ગુજરાતમાં અમલી બનાવવા વિચારણા access_time 1:15 pm IST