Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

માધુરી દિક્ષીતે નાના બાળકો સાથે જન્મદિવસ ઉજવ્યો

મુંબઇઃ ફિલ્મ અભિનેત્રી માધુરી દિક્ષીતનો આજે પ૧મો જન્મદિવસ છે. માધુરી તેની અપકમિંગ મરાઠી ફિલ્મ બકેટ લીસ્ટને પ્રમોટ કરવા ડીઆઈડી લિટલ માસ્ટર્સના સેટ પર પહોચી હતી. નન્હે ડાન્સર્સની સાથે માધુરીએ તેનો બર્થડે સેલિબ્રેટ કર્યો છે. માધુરી દિક્ષીતે તેના બર્થડેના 1 દિવસ પહેલા નન્હે સ્ટાર્સની સાથે મંચ પર બર્થડે કેક કાપ્યો હતો.

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની 'ધક ધક ગર્લ' માધુરી દીક્ષિતનો આજે જન્મદિવસ છે. બોલીવુડમાં દર્શકોના દિલ જીતનારી માધુરી દીક્ષિતે પોતાની અદાકારીથી તેમના દિલોમાં ખાસ જગ્યા બનાવી છે. માધુરી દીક્ષિતનો જન્મ મુંબઈના એક મધ્યવર્ગી મરાઠી બ્રાહ્મણ પરિવારમાં થયો છે અને તેમના માતાપિતા શંકર અને સ્નેહલતા દીક્ષિત છે. માધુરીએ ૮ વર્ષ સુધી કથકની શિક્ષા હાંસિલ કરી હતી.

બોલીવુડમાં માધુરી દીક્ષિત પર કેટલીય યાદગાર ફિલ્મો અને કેટલાય ગીતોને ફિલ્માવ્યા છે. ૬ વખત ફિલ્મફેર એવોર્ડ જીતેલી માધુરીને ભારત સરકારે પદ્મ શ્રી એવોર્ડથી નવાઝી છે.

માધુરીએ પોતાના કરિયરની શરૂઆત ૧૯૮૪માં રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ 'અબોધ'થી કરી હતી. ત્યારબાદ ફિલ્મ 'તેઝાબ'થી માધુરીએ દર્શકોના દિલ જીત્યા હતા. તેનો અદ્દભુત અભિનય, સુંદરતા તથા નૃત્ય પરિપૂર્ણતા એ તેને અગ્રણી અભિનેત્રીઓની હરોળમાં મુકી દીધી હતી.

માધુરી દીક્ષિતની હીટ ફિલ્મોમાં દિલ, સાજન, બેટા, હમ આપકે હે કોન, રાજા, દિલ તો પાગલ હૈ, મૃત્યુદંડ, પુકાર, લજ્જા અને દેવદાસ જેવી ફિલ્મો સામેલ છે.

(7:13 pm IST)