Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ:હોલીવુડ એક્ટ્રેસ ક્રિસ્ટન સ્ટીવર્ટએ તોડ્યો નિયમ: 'No Flats Policy'નો કર્યો વિરોધ

'કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2018' ના રેડ કાર્પેટ પર હોલીવુડ એક્ટ્રેસ 'ક્રિસ્ટન સ્ટીવર્ટ' કોપર શેડ ના શીમાર ડ્રેસ વોક કરતી નજર આવી. ક્રિસ્ટનએ ન્યુડ મેકઅપ અને સાથે બ્લેક હીલ્સ પહેરી હતી.પણ થોડી જ વારમાં રેડ કાર્પેટ પર વોક કરતા સમયે ક્રિસ્ટનએ ફોટોગ્રાફર્સને એક પોઝ આપ્યો અને પછી પોતાની હીલ્સ કાઢીને ઉઘાડા પગે જ રેડ કાર્પેટ પર ચાલવા લાગી.આમ કરીને ક્રિસ્ટન એ 'No Flats Policy' નો વિરોધ કર્યો હતો

  અત્રે ઉલ્લેખનીય છે કે કાન્સમાં નિયમ છે કે રેડ કાર્પેટ પર કોઈ પણ ફ્લેટ્સ ફૂટવેરમાં ના આવી શકે.કાન્સની આ પોલિસીને ઘણાં બધાં સ્ટાર્સ બેકાર કહી ચુક્યા છે.ક્રિસ્ટન એ એક ઇન્ટરવ્યુમાં આ કાનૂનનો વિરોધ કર્યો હતો અને એજ કારણથી તે કાન્સના રેડ કાર્પેટ પર હીલ્સ કાઢી ને ઉઘાડા પગે ચાલી.

  ક્રિસ્ટન થી પહેલા હોલીવુડ એક્ટ્રેસ જુલિયા રોબર્ટ્સ પણ આ નિયમ નું ઉલ્લંઘન કરી ચુકી છે.69 માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર જુલિયા ઉઘાડા પગે જોવા મળી હતી.2015માં કાન્સ માં ફિલ્મ 'કેરલ' ના પ્રિમિયર પર પહોચેલી અમુક મહિલાઓ ના ગ્રુપ ને માત્ર એટલા માટે અંદર નહોતા જવા દીધા કારણ કે તેઓ ફ્લેટ્સ પહેરીને ઇવેન્ટમાં આવી હતી.

   'No Flats Policy' થી જોડાયેલા આ વિવાદ ને 'ફ્લેટગેટ'ના નામ થી ઓળખવામાં આવે છે .

(6:07 pm IST)