Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

શ્રીદેવીના પતિ બોની કપૂરનું બયાન: 'મિસ્ટર ઇન્ડિયા'ની સિક્વલ નહીં બને

મુંબઇ: ફિલ્મ સર્જક બોની કપૂરે એવો નિર્દેશ કર્યો હતો કે હવે શ્રીદેવી રહી નથી ત્ય મિસ્ટર ઇન્ડિયા ફિલ્મની સિક્વલ મોટે ભાગે નહીં બને. ઇન્ટરનેશનલ ફિલ્મ સર્જક શેખર કપૂર નિર્દેશિત મિસ્ટર ઇન્ડિયા ફિલ્મમાં અનિલ કપૂર અને શ્રીદેવી મુખ્ય રોલમાં ચમક્યાં હતાં. આ ફિલ્મ સુપરહિટ નીવડી હતી અને એના વિલન અમરીશ પુરીનો એક ડાયલોગ મોગામ્બો ખુશ હુઆ ઘેર ઘેર ગૂંજતો થઇ ગયો હતો. છેલ્લા થોડા સમયથી આ ફિલ્મની સિક્વલની વાતો શરૃ થઇ હતી. ઔતાજેતરમાં શેખર કપૂરે કહ્યંુ કે આમેય સિક્વલનું ડાયરેક્શન હું કરવાનો નહોતો. હવે તો શ્રીદેવી જ રહી નથી એટલે હું માનું છું કે સિક્વલની વાત ટલ્લે ચડી જશે. અન્ય એક પ્રવક્તાએે કહ્યંુ કે જેમ તાજમહાલ વિના આગ્રાની કે નર્ગિસ દત્ત વિના મધર ઇન્ડિયાની કલ્પના ન થઇ શકે એમ શ્રીદેવી વિના મિસ્ટર ઇન્ડિયાની સિક્વલ શક્ય ન બને.હાલ તો એ વાત પર પૂર્ણવિરામ મૂકાઇ ગયું છે. નજીકના ભવિષ્યમાં મિસ્ટર ઇન્ડિયાની સિક્વલ બને એવી શક્યતા દેખાતી નથી. ત્રણ મુખ્ય પાત્રો હતાં તેમાંનાં બે અમરીશ પુરી અને શ્રીદેવી રહ્યાં નથી એટલે સિક્વલ શી રીતે બને ?
 

(5:04 pm IST)