Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

દરેક સ્ત્રીમાં એક સાથે અનેક કામ કરવાની શક્તિ જન્મજાત હોય છે: કરીના કપૂર ખાન

મુંબઈ:ટોચની અભિનેત્રી કરીના કપૂર ખાને કહ્યું હતું કે દરેક સ્ત્રી એક સાથે અનેક કામ કરવાની શક્તિ જન્મજાત મેળવીને પૃથ્વી પર આવે છે. યુનિસેફ દ્વારા પાટનગર નવી દિલ્હીમાં મધર્સ ડેે નિમિત્તે યોજાએલા ઇવેન્ટમાં બોલતાં કરીનાને પૂછવામાં આવ્યું હતું કે તમે નવજાત બાળકની માતા છો. કામ અને માતા તરીકેની જવાબદારી બંનેને શી રીતે પહોંચી વળો છો ? ત્યારે કરીનાએે કહ્યું કે માત્ર હું નહીં, દરેક મહિલા એક કરતાં વધુ કામ એક સાથે કરવાની જન્મજાત પ્રતિભા લઇને અવતરતી હોય છે. સ્ત્રી ક્યારેય એક કરતાં વધુ કામથી કંટાળતી કે થાકતી નથી. એનામાં એ શક્તિ જન્મજાત હોય છે. એ દરેક કામને આસાનીથી પહોંચી વળતી હોય છે. જો કે પછી એણે સ્પષ્ટતા કરી હતી કે મેં અને સૈફે એવી સમજૂતી કરી છે કે એક જણ કામ માટે બહાર હોય ત્યારે બીજી વ્યક્તિએ તૈમૂર સાથે ઘેર રહેવું. આમ તૈમૂર પાસે અમારાં બંનેમાંથી એક વ્યક્તિ હાજર હોય છે. અને હવે તો મહાનગરોમાં બેબીસીટર્સની સેવા પણ સહેલાઇથી ઉપલબ્ધ થતી હોય છે. અમારા સદ્ભાગ્યે અમને બેસ્ટ બેબી સીટર મળી છે જે તૈમૂરને ચોવીસે કલાક સાચવે છે. અને હા, તૈમૂરનાં દાદીમા અને નાના-નાની પણ એને લાડ કરવા સાચવવા હાજર હોય છે એ ભૂલાવું ન જોઇએ.
 

(5:01 pm IST)