Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

મન્ટોને જોઈને મોટાભાગના લોકોની આંખો છલકાઈ : નવાઝુદ્દીન સિદ્દીકી

અમે અદાકારો પોતાની ભૂલ શોધવામાં નબળા હોઇએ છીએ પરંતુ કઇ ફિલ્મ સારી છે

મુંબઈ :બોલીવુડના ટોચના અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યું હતું કે અમારી ફિલ્મ મન્ટો જોઇને ઓડિયન્સમાં હાજર રહેલા મોટા ભાગના લોકોની આંખો છલકાઇ ગઇ હતી. પોતાની ફિલ્મને મળેલા જબરદસ્ત પ્રતિભાવથી સ્વાભાવિક રીતેજ નવાઝ ખુશ છે.

  અભિનેત્રી ફિલ્મ સર્જક નંદિતા દાસે બનાવેલી આ ફિલ્મ છેલ્લી ઘડી સુધી કાન્સ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં રજૂ થવા અંગે શંકા સેવાતી હતી. પોસ્ટ પ્રોડક્શનમાં વધુ સમય લાગી જવાની શક્યતા હતી. કાન્સ ફિલ્મ્સ ફેસ્ટિવલનું સામેથી આમંત્રણ આવતાં મન્ટોની ટીમ ઉતેજીત થઇ ગઇ હતી તરત ફિલ્મને રજૂઆત માટે તૈયાર કરવામાં લાગી ગઇ હતી

  . સઆદત હસન મન્ટો ઊર્દૂ ભાષાના ટોચના સાહિત્યકાર અને સ્ક્રીપ્ટ લેખક હતા. ૧૯૪૭માં દેશના ભાગલા ટાણે એણે પાકિસ્તાન જવાનું પસંદ કર્યું હતું પરંતુ ત્યાં ગયા પછી એમનો ભ્રમ ભાંગી ગયો હતો અને એ વિરોધનો સૂર ઊઠાવતા થઇ ગયા હતા પરિણામે પાકિસ્તાનની સરકારે એમને જેલમાં નાખ્યા હતા. એ રિબાઇ રિબાઇને મરણ પામ્યા હતા.

   નંદિતાની ઇચ્છા લાહોરમાં કેટલુંક શૂટિંગ કરવાની હતી પરંતુ ભારત પાકિસ્તાન વચ્ચે પ્રવર્તતી તંગદિલીના પરિણામે એ શક્ય બન્યું નહોતું. નવાઝે કહ્યુ હતું કે અમે અદાકારો પોતાની ભૂલ શોધવામાં નબળા હોઇએ છીએ પરંતુ કઇ ફિલ્મ સારી છે અને કઇ સારી નથી બની એ અમને સમજાઇ જતું હોય છે. મન્ટો સારી બની છે એ હકીકત છે.

(1:01 pm IST)