Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

મહારાષ્ટ્રમાં ફિલ્મસ માટેના શૂટિંગ પર બ્રેક લાગી

'પઠાણ', 'ટાઇગર ૩', 'આદિપુરુષ', 'હીરોપંતી ૨', 'સર્કસ', 'ગંગુબાઈ કાઠિયાવાડી' અને 'ગુડબાય'ના શૂટિંગ શેડયૂલ્સ ખોરવાયાં

અર્જુન કપૂર અને તારા સુતરિયા 'એક વિલન રિટર્ન્સ'ના શૂટિંગ માટે ગોવા પહોંચ્યા

મુંબઈ, તા.૧૫: મહારાષ્ટ્રમાં કોરોના સંકટના કારણે રાજય સરકારે કલમ ૧૪૪ સહિત વિવિધ નિયંત્રણો લાગુ કર્યા છે. જેના કારણે બોલિવૂડની ફિલ્મ્સ માટેનું શૂટિંગ બંધ થઈ ગયું છે.

બોલિવૂડમાંથી મળતા ન્યૂઝ અનુસાર શાહરુખ ખાનની 'પઠાણ', સલમાન ખાનની 'ટાઇગર ૩' અને પ્રભાસની 'આદિપુરુષ' સહિત અનેક ફિલ્મ્સ માટેનું શૂટિંગ હાલપૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે.

'પઠાણ' માટે આમ પણ ૧૩ અને ૧૪મી એપ્રિલે શેડ્યૂલમાંથી બ્રેક હતો. જોકે, હવે નવી ગાઇડલાઇન્સને ધ્યાનમાં રાખીને આ ફિલ્મ માટેનું શૂટિંગ પંદર દિવસ માટે મોકૂફ રાખવામાં આવ્યું છે. જેમાં દીપિકા પાદુકોણ અને જોન એબ્રાહમ પણ મહત્વના રોલ્સમાં છે.

સલમાનની 'ટાઇગર ૩'ના લીડિંગ લેડી કેટરિના કૈફ કોવિડ પોઝિટિવ આવી હોવા છતાં આ ફિલ્મના શૂટિંગ પર ખાસ અસર થઈ નથી. કેમ કે, ટીમ લિમિટેડ ક્રૂની સાથે સલમાનના ભાગ માટે શૂટિંગ કરતી હતી.

ટાઇગર શ્રોફે તેની ફિલ્મ 'હીરોપંતી ૨'નું પહેલું શેડ્યૂલ ચૂપચાપ કમ્પ્લીટ કરી દીધું છે. હવે તેણે શૂટિંગ શરૂ કરવા માટે પહેલી મે સુધી રાહ જોવી પડશે.

રોહિત શેટ્ટીની ફિલ્મ 'સર્કસ' માટેનું શૂટિંગ મુંબઈમાં કમ્પ્લીટ થવાના આરે હતું, પરંતુ હવે સ્વાભાવિક રીતે એને મોકૂફ રાખવું પડ્યું છે. આ ફિલ્મમાં રણવીર સિંદ્ય ડબલ રોલમાં જોવા મળશે તેમજ જેકિલન ફનર્િાન્ડઝ અને પૂજા હેગડે લીડિંગ લેડીઝ છે.

આલિયા ભટ્ટની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'ના શૂટિંગની વાત કરીએ તો એને અનેક વખત બંધ રાખવું પડ્યું છે. પહેલાં એના ડિરેકટર સંજય લીલા ભણસાળી કોરોના પોઝિટિવ આવ્યા અને બાદમાં આલિયા પણ સંક્રમિત થઈ હતી. જોકે, હવે આખરે તે કોરોના નેગેટિવ છે ત્યારે મહારાષ્ટ્રમાં નવાં નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા હોવાથી શૂટિંગ શકય બને એમ નથી.

વિકાસ બહેલ દ્વારા ડિરેકટેડ 'ગુડબાય'ના શૂટિંગ પર પણ અસર થઈ છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, રશ્મિકા મંદાના અને પવૈલ ગુલાટી લીડ રોલ્સમાં જોવા મળશે.

મહારાષ્ટ્રમાં ભલે પંદર દિવસનો કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે પરંતુ અન્ય રાજયોમાં ફિલ્મ્સ માટે શૂટિંગ શકય છે.

બુધવારે અર્જુન કપૂર અને તારા સુતરિયા મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. તેઓ તેમની આગામી ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ'ના શૂટિંગ માટે ગોવા જઈ રહ્યા હતા. મોહિત સુરીની આ થ્રિલર ફિલ્મનું પહેલું શેડ્યૂલ રિસન્ટલી મુંબઈમાં કમ્પ્લીટ થયું હતું. મેકર્સે હવે બીજા શેડ્યૂલ માટે ગોવાની પસંદગી કરી છે. 'એક વિલન રિટર્ન્સ'માં અર્જુન અને તારા સિવાય જોન એબ્રાહમ અને દિશા પટાની પણ મહત્વના રોલ્સમાં જોવા મળશે.

(2:52 pm IST)
  • પોરબંદરના લોહાણા અગ્રણીનો કોરોનાએ જીવન દીપ બુઝાવ્યો : પોરબંદર લોહાણા હિતેચ્છુ મંડળના પ્રમુખ અને નિર્ણાયક સાપ્તાહિકના તંત્રી શ્રી દિલીપભાઈ ધામેચાનું રાજકોટની હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થતા ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. કોરોના વેકસીનના બંને ડોઝ તેમણે લઈ લીધા હતા. છેલ્લા ૧૦ દિવસથી તેઓ સારવાર લઈ રહ્યા હતા અને બાદમાં છેલ્લે વેન્ટીલેટર ઉપર હતા. અત્યારે સાંજના સમયે તેમના માતુબરી અને તેમના પત્નિ પોરબંદરથી રાજકોટ આવવા નીકળયા છે : (પરેશ પારેખ પોરબંદર દ્વારા) access_time 5:54 pm IST

  • ભારત બાયોટેકના કોવેક્સિન રસીના નિર્માણ માટે કેન્દ્ર દ્વારા મહારાષ્ટ્રની હેફકીન સંસ્થાને મંજૂરી આપવામાં આવી છે : રસીના પ્રોડક્શનને વેગ મળશે access_time 11:47 pm IST

  • ઓક્સિજનની સુવિધા માટે ગાંધીનગર ખાતે સ્ટેટ કંટ્રોલ રૂમ તૈયાર કરાયો : IAS અધિકારી એ.બી.પંચાલની ઇન્ચાર્જ તરીકે કરાઇ નિમણૂંક access_time 11:41 pm IST