Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

બોમન ઇરાની, અરશદ વારસી લાવે છે કોમેડી-શો

મુંબઇ,તા. ૧૫: હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતાઓ બોમન ઇરાની અને અરશદ વારસી સાથે મળીને ડિજિટલ પ્લેટફોર્મ પર એક રિયાલિટી કોમેડી શો લાવી રહ્યા છે. જેનુ નામ છે. ' LOL: હસે તો ફસે' બોમન ઇરાનીનો દાવો છે કે આ કોમેડી શો એકદમ  અલગ ફોર્મેટવાળો હશે. જેમાં ૧૦ જાણીતા ભારતીય પ્રોફેશનલ કોમેડિયન દર્શકોને હસાવશે, એમનું મનોરંજન કરશે.

આ શો એમેઝોન પ્રાઇમ વિડિયો પર રજૂ કરાશે. અને તે એક-એક કલાકના એક એવા છ એપિસોડવાળો હશે. એમાં ઇરાની અને વારસી ઉપરાંત આદર મલિક, આકાશ ગુપ્તા, અદિતી મિત્તલ, અંકિતા શ્રીવાસ્તક, સાયરલ બ્રોચા, ગૌરવ ગેરા, કુશા કપિલા, મલ્લિકા દુઆ, સુનીલ ગ્રોવર,  સુરેશ મેનન જેવા અન્ય કોમેડિયનો પણ સામેલ હશે. આ શો ૩૦ એપ્રિલથી પ્રસારિત કરાશે. ઇરાની અને વારસી આ પહેલા 'મુન્નાભાઇ એમબીબીએસ', 'લગે રહો મુન્નાભાઇ', 'જોલી એલએલબી' જેવી કોમેડી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂકયા છે.

(10:28 am IST)