Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

હવે મેન્ટલ હેલ્થ પણ મહત્વની બાબત ગણાશેઃ સાયંતની

અભિનેત્રી સાયંતની ઘોષ હાલમાં ટીવી શો તેરા યાર હું મેં કરી રહી છે. તાજેતરમાં તે ચાહકો સાથે ઓનલાઇન વાત કરી રહી હતી ત્યારે એક યુઝર્સએ તેને અભદ્ર સવાલ પુછતાં તેણે જડબાતોડ જવાબ આપ્યો હતો. સાયંતની મસ્તી મજાકથી બધા યુઝર્સને જવાબ આપી રહી હતી. પણ એક યુઝર્સએ હદ કરી નાખી હતી અને બ્રાની સાઇઝ પુછી લીધી હતી. તેને સાયંતનીએ કહ્યું હતું કે પહેલા મને તું તારી આઇકયુની સાઇઝ કે લેવલ જણાવ, મને લાગે છે એ જીરો પણ નહિ હોય. સાયંતનીએ કહ્યું હતું કે શરીરના કોઇપણ અંગોને લઇને કોઇના પણ વિશે કોમેન્ટ કરવી એ ખોટુ છે. લોકોએ તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ડે ઉજવ્યો હતો. મને લાગે છે હવે મેન્ટલ હેલ્થ મહત્વની બની ગઇ છે. આ અભિનેત્રીએ કુમકુમ-એક પ્યારા સા બંધનથી કારકિર્દી શરૂ કરી હતી. નાગિન, બનુ મૈં તેરી દુલ્હન, કોમેડી સર્કસ, ક્રાઇમ પેટ્રોલ, ઘર એક સપના, સબકી લાડલી બેબો, મેરી હાનીકારક બીવી, મહાભારત, બેરીસ્ટર બાબૂ સહિતના શો કર્યા છે. બંગાલી ફિલ્મો પણ તે કરી ચુકી છે.

(10:27 am IST)
  • ઓક્સિજનની સુવિધા માટે ગાંધીનગર ખાતે સ્ટેટ કંટ્રોલ રૂમ તૈયાર કરાયો : IAS અધિકારી એ.બી.પંચાલની ઇન્ચાર્જ તરીકે કરાઇ નિમણૂંક access_time 11:41 pm IST

  • રાજયના માજી ગૃહમંત્રી અને ભાજપના દિગ્‍ગજ નેતા ગોરધનભાઈ ઝડફીયાને કોરોના access_time 4:00 pm IST

  • પટણા એઈમ્સ હોસ્પિટલમાં આઈ.એ.એસ.અધિકારીને પ્રવેશ મળી શકે છે તો નિવૃત ફૉજીને કેમ નહીં ? : પટણામાં કોરોનાથી પીડિત નિવૃત્ત સૈન્ય અધિકારીનું એમ્બ્યુલન્સમાં મોત : નેશનલ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી આવી રહ્યા છે તેવું બહાનું કાઢ્યું : પટણા એઇમ્સે ભરતી કરવાનો ઇનકાર કર્યો : નિવૃત ફૌજીના મોતે આરોગ્ય તંત્ર સામે સવાલો ઉભા કરી દીધા access_time 8:59 pm IST