Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

લવ ત્યાગી સાથે હમેંશા દોસ્તી રહેશેઃ હીના ખાન

ટીવી અભિનેત્રી હીના ખાન, પ્રિયાંક શર્મા અને લવ ત્યાગી બિગ બોસ-૧૧માં ભાગ લઇ સારા દોસ્ત બની ગયા છે. પરંતુ શો માંથી બહાર આવ્યા પછી એવી વાતો ચગી હતી કે હીના અને લવ ત્યાગી વચ્ચે ઝઘડો થયો છે અને બંનેએ એક બીજાને ઇંસ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે. પરંતુ હીનાને આ વિશે પુછવામાં આવતાં તેણે કહ્યું હતું કે મને પણ ખબર નથી કે સાચે આવું થયું છે! દોસ્તીમાં આવું ચાલતું હોય છે, થોડા દિવસ નારાજગી અને પછી ફરીથી દોસ્ત બની જતાં હોય છે. હીનાએ કહ્યું હતું કે અમે હમેંશા સારા દોસ્ત બનીને રહેશું. હીનાએ તાજેતરમાં લવનો બર્થ ડે હતો ત્યારે ઇંસ્ટા પર શુભેચ્છા આપતી સ્ટોરી પોસ્ટ કરી હતી અને લવને બર્થડે વિશ પણ કર્યુ હતું. તે સાથે બંને વચ્ચે કડવાહટ હોવાની વાત ખત્મ થઇ ગઇ હતી. હીના કસોટી જિંદગી કીમાં કોમોલિકાનો રોલ નિભાવી ખુબ નામના મેળવી ચુકી છે તો સાથે બોલીવૂડમાં પણ વ્યસ્ત થઇ છે.

(9:57 am IST)