Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

વિવાદો સાથે ઘેરાયેલ કપિલ શર્મા બેધડક કહે છે ગાળો આપીને ઠાલવું છું : ગુસ્‍સો

મુંબઇ : વિખ્‍યાત કોમેડીયન જે વિવાદો વચ્‍ચે ઘેરાયેલા છે તે બેધડક કહે છે કે હું મારા ટીકાકારોને ગાળો આપીને મારો ગુસ્‍સો ઠાલવું છે.

જાણીતા કોમેડિયન એક્ટર કપિલ શર્મા હાલ વિવાદો વચ્ચે ઘરાયેલો છે. કોઇ તેના પર ગાળો ભાંડવાનો આરોપ લગાવી રહ્યું છે તો ક્યારેક જાણવા મળે છે કે કપિલ દરરરોજ 23ન ટેબલેટ લે છે. તેવામાં કોઇ કહે છે કે કપિલ આવો વ્યક્તિ નથી. આ વચ્ચે કપિલે મૌન તોડતા પોતાનો ગુસ્સો બહાર કાઢવાની રીત જણાવી.

તાજેતરમાં જ ફિલ્મ ક્રિટિક સુભાષ ઝાએ કપિલને લઇને અનેક ખુલાસાઓ કર્યા હતા. તેવામાં હવે જાણવા મળી રહ્યું છે કે કપિલ ગત વર્ષે પોતાની સાથે થયેલા દગાથી ખૂબ જ દુખી છે. જે મુશ્કેલીના દોર માંથી તે પસાર થઇ રહ્યો છે તે સૌકોઇને હચમચાવી મુકે તેવો છે.

કપિલનું કહેવું છે કે દરેક વ્યક્તિનો ગુસ્સો કાઢવાની રીત અલગ અલગ હોય છે. હું પોતાનો ગુસ્સો કાઢું છું. અગાઉ કપિલે શો બંધ થવા અંગે જણાવ્યું હતું કે, જે લોકો મારી કારકિર્દી બરબાદ કરવા માંગે છે, તે ભલે ગમે તે વાતો ફેલાવે. મને તેનાથી ફરક નથી પડતો. જ્યાં સુધી લોકોને સંતોષ મળી રહ્યો છે ત્યાં સુધી તેમને આ બધુ કરવા દો. મને ખબર છે કે હું શું કરી રહ્યો છું.

આની શરૂઆત એક ઑડિયો વિડિયોથી થઇ જેને પત્રકાર વિક્કી લાલવાનીએ જાહેર કર્યો હતો. આ ઑડિયો દ્વારા વિક્કીએ કપિલ પર આરોપ લગાવ્યો હતો કે તેણે મને ગાળો ભાંડી અને તેમની દિકરીને અપશબ્દો કહ્યા. તે પછી કપિલે વિક્કી લાલવાની ઉપરાંત બે એક્સ મેનેજર સામે એફઆઇઆર દાખલ કરી. કપિલનો આરોપ છે કે પત્રકાર વિક્કી લાલવાનીએ તેમની પાસે 25 લાખ રૂપિયા માંગ્યા હતા અને રૂપિયા ન આપવાની સ્થિતીમાં તેને ડિજિટલ મિડિયામાં બદનાવ કરવાની ધમકી આપી હતી.

(4:38 pm IST)