Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

આલિયા ભટ્ટના 26માં જન્મદિવસ પર કરણ જોહરે શેયર કર્યો ફિલ્મ 'કલંક'નો લુક

મુંબઈ:ખંજન પડતા ગાલ અને સુંદર અભિનેત્રી આલિયા ભટ્ટનો આજે 26મો જન્મદિવસ છે. આ દિવસને ખાસ બનાવવા ફિલ્મમેકર કરણ જૌહરે ખાસ ભેટ આપી છે. ફિલ્મ કલંકમાં આલિયા ભટ્ટનો બીજો લુક પોસ્ટર રિલીઝ કર્યુ હતુ. પીરિયડ ડ્રામા મૂવીમાં એકટ્રેસ ‘રૂપ’નો રોલ નિભાવશે. તસવીરમાં આલિયા ભટ્ટ ખુબજ સુંદર લાગી રહી છે. એકટ્રેસનું આ પોસ્ટર શેર કરતા કરણે કેપ્શનમાં લખ્યુ કે સાહસને ક્યારેય આ રીતે ખુબસુરત નથી જોઈ, મળો કલંકની રૂપને. આલિયાએ પહેલા વરૂણ ધવન અને આદિત્ય રોય કપૂરના નવા લુકનું પોસ્ટર રિલીઝ થઈ ગયુ છે, ફિલ્મના ટીઝરને દર્શકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. કહાનીને લઈને સસ્પેન્સ યથાવત છે. આ જ કારણે પ્રશંસકો ટ્રેલરનો ખુબજ આતુરતાથી ઇંતજાર છે. વરૂણ અને આલિયાની સાથે સૌથી આકર્ષણ જમાવ્યુ છે સંજય દત્ત, માધુરી દિક્ષીતે. ફિલ્મમાં સોનાક્ષી સિન્હા પણ મહત્વની ભૂમિકા નિભાવી રહી છે. કલંક ફિલ્મ 17 એપ્રીલે રિલીઝ થવાની છે. કલંક ફિલ્મને અભિષેક વર્મને ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મ કરણ જૌહરનું ડ્રીમ પ્રોજેક્ટ છે.

(5:35 pm IST)
  • રાત્રે રાજકોટના ગુરુપ્રસાદ ચોક પાસે અકસ્માત.: રીક્ષા અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો : રીક્ષા ચાલકની હાલત ગંભીર access_time 11:09 pm IST

  • ગીતા પટેલને ધાંગ્રધા બેઠક ઉપરથી લડાવોઃ હાર્દિકની કોંગ્રેસ સમક્ષ માંગ : ગીતા પટેલ છે હાર્દિકના સાથી : હાર્દિક પટેલે ગીતા પટેલ માટે કરી ટીકીટની માંગણીઃ ગીતા પટેલ માટે ધાંગ્રધા બેઠક પરથી ટિકીટની માગ access_time 3:57 pm IST

  • ઓલ ઇન્ડિયા બાર એક્ઝામીનેશન XIII ( AIBE XIII )નું પરિણામ થયું જાહેર : પરિક્ષાર્થીઓ પોતાના પેપરની પુનઃ ચકાસણી માટે 15 થી 31 માર્ચ સુધીમાં રૂ. 200 ભરીને અરજી કરી શકશે : પરિણામ http://aibe13.allindiabarexamination.com/result.aspx વેબસાઈટ પર જોઈ શકાય છે access_time 9:50 pm IST