Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

જોન અને મૌનીની ફિલ્મ 'RAW'નું રોમાન્ટિક સોન્ગ 'બુલૈયા' રિલીઝ

મુંબઈદેશભક્તિ પર આધારિત ફિલ્મ રો: રોમિયો અકબર વાલ્ટરનું  નવું સોન્ગ બુ લૈયા રિલીઝ થયું છે ગીતમાં જોન અને મોનીની  રોમાન્ટિક કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. ગીતને રબી શેરગિલ અને શાહિદ માલ્યાએ આવાજ આપ્યો છે અને અશોક પંજાબીએ ગીતને લખ્યું છે જયારે ગીતનું સંગીત સોહેલ સેનનું છે. ફિલ્મની કહાની 1971ના યુદ્ધ પર આધારિત છે. યુદ્દ્દ  13 દિવસ સુધી ચાલ્યું હતું અને યુદ્ધમાં 93 હજાર પાકિસ્તાની સૈનિકે ભારતીય સેનાએ સામે સરેન્ડર કર્યું હતું। સત્યઘટના પર આધારિત ફિલ્મ છે. ફિલ્મમાં જોન ત્રણ રોલમાં નજરે પડશે।

 

(5:34 pm IST)
  • અમૃતસરના કેટલાક વિસ્તારોમાં મધરાત્રે મોટા ધડાકાઃ ગભરાટઃ અમૃતસરમાં ગઇ મોડી રાત્રે દોઢ વાગે કેટલાક વિસ્તારોમાં ધડાકાઓના મોટા અવાજોથી ઘરોની દિવાલો ધ્રુજી ઉઠી હતી. લોકો ભારે ગભરાઇ ગયેલ અને ભારત-પાકિસ્તાન જંગ છેડાયાની ચર્ચા થવા લાગેલ. જો કે પોલીસ આવા વિસ્ફોટોનો ઇન્કાર કરી રહેલ છે અને કોઇ આવા રિપોર્ટ નોંધાયા ન હોવાનું કહેે છે. પરંતુ લોકોમાં ભારે ભય છે. પોલીસે લોકોને નહી ગભરાવા અને અફવાથી બચવા કહયું છે. સોશ્યલ મીડીયા ઉપર અનેક લોકોએ ધડાકા અંગે લખ્યું છે. access_time 11:27 am IST

  • BSNL કર્મચારીઓનો ફેબ્રુઆરી માસનો પગાર થઇ ગયો : આનંદો : BSNL ના કર્મચારીઓનો ફેબ્રુઆરી માસનો પગાર થઇ ગયો તમામને રકમ મળી ગઇ : ખાતામાં જમા કરી દેવાઇઃ હવે માર્ચનો પગાર પણ ટાઇમસર થાય તે માટે અત્યારથી કાર્યવાહી શરૂ : રજૂઆતોનો ધોધ... access_time 4:04 pm IST

  • શેરબજારમાં તોફાની તેજી : સેન્સેકસ ૩૮૦૦૦ની ઉપર : શેરબજારમાં એકધારી તેજી જોવા મળી રહી છે : બેંક-ઓટો-આઇટીમાં ધુમ લેવાલી : મોદી સરકારની વાપસીના એંધાણ વચ્ચે શેરબજાર સતત પાંચમાં દિવસે અપમાં છે : બપોરે આ લખાય છે ત્યારે સેન્સેકસ ૪૩૩ પોઇન્ટ વધીને ૩૮૧૮૮ અને નીફટી ૧ર૭ પોઇન્ટ વધીને ૧૧૪૭ર ઉપર છે ડોલર સામે રૂપિયો ૬૯.૦૮ ઉપર ટ્રેડ કરે છે આઇસીઆઇસીઆઇ, ટાટા સ્ટીલ, નવકાર, જય કોર્પો.માં લેવાલી : નીફટીમાં એનટીપીસી, ઇન્ડસ બેંક, એરટેલ, યશ બેંક, સનફાર્મા તેજીમાં છે access_time 3:58 pm IST