Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

આલિયા ભટ્ટની જન્‍મદિન પાર્ટીમાં રણબીર કપૂર સહિતના હાજર રહ્યા

નવી દિલ્હીઃ બોલીવુડના ટેલેન્ટ અને ખૂબસૂરત સ્ટાર આલિયા ભટ્ટ આજે પોતાનો 26મો જન્મદિવસ ઉજવી રહી છે. આલિયાના સ્પેશિયલ દિવસને ખાસ બનાવવા માટે પરિવારજનોએ તેના માટે મિડ નાઇટ સેલિબ્રેશન રાખ્યું હતું. આલિયાની પાર્ટીમાં તેનો પરિવાર, નજીકના મિત્રો અને બોયફ્રેન્ચ રણબીર કપૂર પણ જોવા મળ્યો હતો. એટલું નહીં સોશિયલ મીડિયા પર પણ આલિયાની માતા સોની રાજદાન અને પિતા મહેશ ભટ્ટે તેને જન્મદિવસની શુભકામના આપી છે.

સોશિયલ મીડિયા પર આલિયાના જન્મદિવસનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં તે મિડ નાઇટમાં પોતાની ઉજવણીની કેક કાપી રહી છે. વીડિયોમાં આલિયાની સાથે તેની માતા સોની રાજદાન અને તેના મિત્રો જોવા મળી રહ્યાં છે.

મહત્વનું છે કે આલિયાની પાર્ટીમાં તેની બહેન પૂજા ભટ્ટ, કરણ જોહર, આયાન મુખર્જી અને રણવીર કપૂર પહોંચ્યા હતા. પાર્ટી આલિયા ભટ્ટના ઘરે રાખવામાં આવી હતી. વર્કફ્રન્ટની વાત કરીએ તો આલિયા દિવસોમાં પોતાની અપકમિંગ બે મોટા બજેટની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' અને 'કલંક'માં વ્યસ્ત છે. સાથે આલિયાના ખાતામાં એસ રાજામૌલીની ફિલ્મ RRR પણ આવી ગઈ છે.

(4:36 pm IST)