Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

હવે આમિર બનશે લાલસિંહ ચઢ્ઢા

આમિરે ૫૪માં જન્મદિવસે પોતાની આગામી ફિલ્મની જાહેરાત કરી : હોલીવૂડની ફિલ્મ 'ફોરેસ્ટ ગ્રમ્ય'ની રીમેક હશે : આ ફિલ્મે ૬ ઓસ્કાર મેળવેલા : ફિલ્મ માટે આમિર ૨૦ કિલો વજન ઉતારશે

મુંબઈ : બોલીવુડના સ્ટાર આમિર ખાને પોતાનો ૫૪જ્રાટ જન્મદિવસ પત્ની કિરણ રાવ અને મીડિયાની સાથે ઉજવણી કરી હતી આ વેળાએ આમિરે પોતાની આગામી ફિલ્મની જાહેરાત પણ કરી દીધી છે. આમિર ખાન હોલીવુડની ફિલ્મ 'ફોરેસ્ટ ગ્રમ્પ'ની હિન્દી રીમેક બનાવવા જઈ રહ્યો છે. ફિલ્મનું ટાઇટલ 'લાલસિંહ સિંહ ચડ્ઢા' રાખવામાં આવ્યું છે.

ફિલ્મને 'સિક્રેટ સુપરસ્ટાર'ના ડાયરેકટર અદ્વૈત ચંદન ડાયરેકટ કરશે. અદ્વેત ચંદને આમિર ખાન પ્રોડકશનની ફિલ્મ સીક્રેટ સુપરસ્ટારથી દિગ્ગદર્શનમાં પર્દાપણ કર્યું હતું.

મીડિયાની સાથે જાહેરાત કરતા આમિરે કહ્યું કે, મારી પાસે તમારા લોકો માટે સમાચાર છે કે, મેં મારી આગામી ફિલ્મ ફાઇનલ કરી લીધી છે. ફિલ્મનું નામ 'લાલ સિંહ ચઢ્ઢા' છે અને આ અમેરિકન ફિલ્મ 'ફોરેસ્ટ ગ્રમ્પ'ની રીમેક છે. તેને વાયકોમ ૧૮ અને આમિર ખાનના પ્રોડકશનના બેનર હેઠળ બનાવવામાં આવશે.

 આમિર ખાને કહ્યું કે, અમે પેરામાઉન્ટ પાસેથી તેના અધિકારો ખરીદ્યા છે. હું ફિલ્મમાં લાલ સિંહની ભૂમિકા નિભાવીશ.ઙ્ગ

'ફોરેસ્ટ ગ્રમ્પ'નું દિગ્દર્શન રોબર્ટ જેમેકિસે કર્યું હતું. ૧૯૯૪માં રિલીઝ થયેલી આ ફિલ્મએ ૬ ઓસ્કાર પોતાના નામે કર્યાં હતા.

આમિર ખાને જણાવ્યું કે, ફિલ્મ માટે કલાકારોની પસંદગી કરવામાં આવી રહી છે. તેનું શૂટિંગ ઓકટોબરથી શરૂ થશે. તે માટે મારા વજન ઘટાડવો પડશે. હું ૨૦ કિલોગ્રામ વજન ઓછો કરીશ, કારણ કે મારે પાતળું દેખાવું પડશે.

ફિલ્મ નિર્માતાઓએ હજુ તેની રિલીઝ તારીખ નક્કી કરી નથી પરંતુ તે તેને ૨૦૨૦માં રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યાં છે.

મહત્વનું છે કે, બોલીવુડમાં સિતારાની ભીડથી અલગ આમિર ખાનની ઓળખ છે. લાંબા-લાંબા સમયગાળા બાદ રિલીઝ થનારી તેની ફિલ્મ તેના ફેન્સ માટે એક મોટી ગિફ્ટ બનીને આવે છે. પરંતુ આમિર પણ પોતાના ફેન્સની આશા પૂરી કરવા માટે જી જાનથી મહેનત કરે છે.

(3:45 pm IST)