Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

આમિર ખાને પત્ની કિરણ રાવ સાથે ઉજવ્યો 54મો જન્મદિવસ :પોતાની આગામી ફિલ્મની કરી જાહેરાત

હોલીવુડની ફિલ્મ 'ફોરેસ્ટ ગ્રમ્પ'ની હિન્દી રીમેકલાલસિંહ ચઢ્ઢા બનાવશે

 

મુંબઈ :બોલીવુડના સ્ટાર આમિર ખાને પોતાનો 54મો જન્મદિવસ પત્ની કિરણ રાવ અને મીડિયાની સાથે ઉજવણી કરી હતી વેળાએ આમિરે પોતાની આગામી ફિલ્મની જાહેરાત પણ કરી દીધી છે. આમિર ખાન હોલીવુડની ફિલ્મ 'ફોરેસ્ટ ગ્રમ્પ'ની હિન્દી રીમેક બનાવવા જઈ રહ્યો છે. ફિલ્મનું ટાઇટલ 'લાલ સિંહ ચડ્ઢા' રાખવામાં આવ્યું છે.

 ફિલ્મને 'સીક્રેટ સુપરસ્ટાર'ના ડાયરેક્ટર અદ્વૈત ચંદન ડાયરેક્ટ કરશે. અદ્વેત ચંદને આમિર ખાન પ્રોડક્શનની ફિલ્મ સીક્રેટ સુપરસ્ટારથી દિગ્ગદર્શનમાં પર્દાપણ કર્યું હતું.

  મીડિયાની સાથે જાહેરાત કરતા આમિરે કહ્યું કે, મારી પાસે તમારા લોકો માટે સમાચાર છે કે, મેં મારી આગામી ફિલ્મ ફાઇનલ કરી લીધી છે. ફિલ્મનું નામ 'લાલ સિંહ ચડ્ઢા' છે અને આ અમેરિકન ફિલ્મ 'ફોરેસ્ટ ગ્રમ્પ'ની રીમેક છે. તેને વાયકોમ 18 અને આમિર ખાનના પ્રોડક્શનના બેનર હેઠળ બનાવવામાં આવશે.  

  આમિર ખાને કહ્યું કે, અમે પેરામાઉન્ટ પાસેથી તેના અધિકારો ખરીદ્યા છે. હું ફિલ્મમાં લાલ સિંહની ભૂમિકા નિભાવીશ. 

  ફોરેસ્ટ ગ્રમ્પ'નું દિગ્દર્શન રોબર્ટ જેમેકિસે કર્યું હતું. 1994માં રિલીઝ થયેલી આ ફિલ્મએ 6 ઓસ્કાર પોતાના નામે કર્યાં હતા. 

  આમિર ખાને જણાવ્યું કે, ફિલ્મ માટે કલાકારોની પસંદગી કરવામાં આવી રહી છે. તેનું શૂટિંગ ઓક્ટોબરથી શરૂ થશે. તે માટે મારા વજન ઘટાડવો પડશે. હું 20 કિલોગ્રામ વજન ઓછો કરીશ, કારણ કે મારે પાતળું દેખાવું પડશે. 

  ફિલ્મ નિર્માતાઓએ હજુ તેની રિલીઝ તારીખ નક્કી કરી નથી પરંતુ તે તેને 2020માં રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યાં છે. 

હત્વનું છે કે, બોલીવુડમાં સિતારાની ભીડથી અલગ આમિર ખાનની ઓળખ છે. લાંબા-લાંબા સમયગાળા બાદ રિલીઝ થનારી તેની ફિલ્મ તેના ફેન્સ માટે એક મોટી ગિફ્ટ બનીને આવે છે. પરંતુ આમિર પણ પોતાના ફેન્સની આશા પૂરી કરવા માટે જી જાનથી મહેનત કરે છે. 

 

(1:26 am IST)
  • ઐતીહાસીક ઘટના : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો પ્રથમ વીટો જારી કર્યો છે : કોંગ્રેસને સરહદ દિવાલ ભંડોળ માટેના આપાતકાલીન ઘોષણાને સુરક્ષિત કરવા માટે કોંગ્રેસના નિર્ણયને ઉથલાવી દીધો છે. access_time 1:59 am IST

  • શેરબજારમાં તોફાની તેજી : સેન્સેકસ ૩૮૦૦૦ની ઉપર : શેરબજારમાં એકધારી તેજી જોવા મળી રહી છે : બેંક-ઓટો-આઇટીમાં ધુમ લેવાલી : મોદી સરકારની વાપસીના એંધાણ વચ્ચે શેરબજાર સતત પાંચમાં દિવસે અપમાં છે : બપોરે આ લખાય છે ત્યારે સેન્સેકસ ૪૩૩ પોઇન્ટ વધીને ૩૮૧૮૮ અને નીફટી ૧ર૭ પોઇન્ટ વધીને ૧૧૪૭ર ઉપર છે ડોલર સામે રૂપિયો ૬૯.૦૮ ઉપર ટ્રેડ કરે છે આઇસીઆઇસીઆઇ, ટાટા સ્ટીલ, નવકાર, જય કોર્પો.માં લેવાલી : નીફટીમાં એનટીપીસી, ઇન્ડસ બેંક, એરટેલ, યશ બેંક, સનફાર્મા તેજીમાં છે access_time 3:58 pm IST

  • કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિએ લોકસભા ચૂંટણીની ત્રીજી યાદી પ્રસિદ્ધ કરી access_time 1:27 am IST