Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

શોર્ટ ફિલ્મથી પુર્નગમન કરશે ઈશા દેઓલ

મુંબઈ:લાંબા સમયથી સિલ્વર સ્ક્રિનથી ગાયબ અભિનેત્રી ઈશા દેઓલ ફરી એકવાર ફિલ્મો તરફ પરત ફરવાની તૈયારી કરી રહી છે. તે પોતાનુ કમબેક ફિલ્મ હિન્દી શોર્ટ ફિલ્મ કેકવોકથી કરવા જઈ રહી છે, જેનુ નિર્દેશન રામ કમલ મુખર્જી કરશે. આપને જણાવી દઈએ કે, રામ કમલે હેમા માલિનીની બાયોગ્રાફી પણ લખી છે. ઈશા ગુપ્તા ફિલ્મમાં શેફના પાત્રમાં નજરે પડશે, જે આપણા સમાજમાં મહિલાની વ્યવસાયિક અને વ્યક્તિગત યાત્રા દર્શાવે છે. અંગે વાત કરતા અભિનેત્રી ઈશા દેઓલે જણાવ્યુ કે, રામ કમલના મગજમાં ફિલ્મ બનાવવાનો વિચાર સમયે આવ્યો જ્યારે તે મારી માતા પર પુસ્તક લખવા માટે મારુ ઈન્ટરવ્યુ લઈ રહ્યા હતા. તો બીજીબાજુ અંગે રામ કમલે જણાવ્યુ કે, ઈશાએ મને ફિલ્મના નિર્દેશન માટે પ્રેરીત કરી છે. મહત્વનુ છે કે, ઈશાએ કોઈ મેરે દિલ સે પૂછેથી બોલીવુડમાં કારકિર્દીની શરુઆત કરી હતી. 

(4:38 pm IST)