Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

7 વર્ષ પછી રૂપેરી પર્દે નજરે પડશે અક્ષય કુમાર-બોબી દેઓલ

મુંબઇ: અક્ષય કુમાર અને બોબી દેઓલ સાત વરસ બાદ ફરી રૃપેરી પડદે ધમાલ મચાવશે. ફિલ્મ હાઉસફુલ ૪માં આ બન્ને અભિનેતાઓ ફરી સાથેદેખાશે. છેલ્લે અક્ષય અને બોબી ફિલ્મ થેન્ક યુમાં સાથે દેખાયા હતા. બોબીએ આ ફિલ્મમાં સોનમ કપૂરના પતિની ભૂમિકા ભજવી હતી. આ પહેલા આ અભિનેતાઓએ ફિલ્મ અજનબી, દોસ્તી : ફ્રેન્ડસ રોક એવર, અબ તુમ્હારે હવાલે વતન સાથિયોમાં સાથે કામ કર્યું છે. બોબી રૃપેરી પડદે હવે ફરી સક્રિય થઇ રહ્યો છે. એક સમયે તેની ફિલ્મો ેબોક્સ ઓફિસ પર હિટ જતી હતી. પરંતુ પછીથી તે ફિલ્મોથી દૂર જતો રહ્યો હતો. જોકે તે હવે અક્ષય સાથે ફરી જોડી જમાવી રહ્યો હોવાથી તેની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ જાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

 

 

(4:38 pm IST)