Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

ટૂંક સમયમાં રાજકુમાર રાવ સાથે ફિલ્મ કરશે દીપિકા પાદુકોણ

મુંબઇ:  અભિનેત્રી દીપિકા પાદુકોણે કહ્યું હતું કે હું રાજકુમાર રાવના અભિનયથી પ્રભાવિત છું અને મારે એની સાથે ફિલ્મ કરવી છે. નજીકના ભવિષ્યમાં અમે સાથે કામ કરીશું. હાલ દીપિકા આમ તો ફ્રી છે કારણ કે મેડિકલ સલાહ મુજબ હાલ દીપિકા આરામ કરી રહી છે અને એની વિશાલ ભારદ્વાજ સાથેની ફિલ્મ સપના દીદી એની જેમજ ઇરફાન મેડિકલ સારવાર હેઠળ હોવાથી મુલતવી રહી છે. પદ્માવત પછી દીપિકાએ બીજી કોઇ મોટી ફિલ્મ સાઇન કરી નથી. તાજેતરમાં એેક એવોર્ડ સમારોહમાં એણે કહ્યું કે હું રાજકુમાર રાવ સાથે ફિલ્મ કરવાની છું. જો કે ફિલ્મ વિશે વધુ માહિતી આપવાનો એણે સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. બીજી બાજુ રાજકુમાર રાવ વર્ષમાં બીઝી રહેવાનો છે. અનિલ કપૂર અને ઐશ્વર્યા રાય બચ્ચન સાથે ફન્ને ખાન કરવાની સાથોસાથ કંગના રનૌત સાથે એકતા કપૂરની મેન્ટલ હૈ ક્યા અને શ્રદ્ધા કપૂર સાથે સ્ત્રી ફિલ્મ કરી રહ્યો છે એટલે હાલ એની પાસે તારીખો નથી. એટલે દીપિકા સાથેની એની ફિલ્મ નજીકના ભવિષ્યમાં શરૃ થવાની કોઇ શક્યતા નથી. આમ છતાં દીપિકાએ એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો કે ટૂંક સમયમાં રાજકુમાર રાવ સાથે ફિલ્મ કરશે. એણે એવી પણ અપીલ કરી હતી કે આપણે સૌએ ઇરફાન ખાનની તબિયત માટે પ્રાર્થના કરવી જોઇએ.

(4:37 pm IST)