Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

આશુતોષ ગોવારીકરની ફિલ્મ 'પાણીપત'નું ટીઝર પોસ્ટર લોન્ચ

મુંબઈ: બોલીવુડના જાણીતા ફિલ્મકાર આશુતોષ ગોવારીકરની અપકમિંગ ફિલ્મની જાહેરાત કરી દીધી છે. આશુતોષએ આ નવી ફિલ્મનું નામ 'પાણીપત' છે. આ ફિલ્મ માટે આશુતોષે સ્ટારકાસ્ટ પણ ફાઇનલ કરી લીધી છે. ફિલ્મમાં અભિનેતા સંજય દત્ત, અર્જુન કપૂર અને કૃતિ સેનન મુખ્ય ભૂમિકામાં નજરે પડશે.

આશુતોષે આ નવા પ્રોજેક્ટ વિશેની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી છે. ફિલ્મનું ટીઝર પોસ્ટર લોન્ચ કર્યું છે. ફિલ્મના પહેલા ટીઝર પોસ્ટર પર નજર નાખ્યે તો ખબર પડે છે કે એક તલવાર અને યુદ્ધ નું દશ્ય નજરે પડે છે. આ સાથે મરાઠાઓનું ધ્વજ નજરે પડે છે.ફિલ્મની કહાની પર નજર નાખ્યે તો આ ફિલ્મ વર્ષ 1761માં થયેલ ત્રીજા પાણીપન્ન યુદ્ધની છે. ફીલ્મની રિલીઝ તારીખ 6 ડિસેમ્બર 2018 જાહેર કરવામાં આવી છે.

(4:36 pm IST)