Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

આજના દિવસે પ્રદર્શિત થઇ હતી પહેલી બોલતી ફિલ્મ 'આલમ આરા'

મુંબઈ: 14 માર્ચ 1931ના રોજ મુંબઈના મેજીસ્ટીક સિનેમા હોલમાં 12 દર્શકોની ભીડમાં વચ્ચે રજૂ થયેલ ભારતની પહેલી બોલતી ફિલ્મ 'આલમ આરા'.માત્ર ચાર આનાની ટિકિટ માટે લોકો ચાર પાંચ રૂપિયા આપવા માટે તૈયાર હતા. આવી જ ઝલક દાદા સાહેબ ફાળકેની ફિલ્મ રાજા હરીશચંદ્રની પ્રીમિયર દરમિયાન થયો હતો.આ સમયની વાત જ કંઈક અલગ જ હતી.

સિને દર્શકો પહેલીવાર રૂપેરી પર્દે સિને કલાકરોને બોલતા સાંભળવાના હતા. સિનેમા હાલના ગેટ પર ફિલ્મકાર અરદેશર ઈરાની દર્શકોનું સ્વાગત કરતા હતા. તે માત્ર એટલી વાતથી ખુશ હતા કે તેમને ભારતની પહેલી બોલતી ફિલ્મ બનાવી છે. ત્યાર કદાચ અરદેશર ઈરાનીને ખબર નહીં હોય કે તેમને ઇતિહાસ રચી દીધો છે. ફિલ્મ આલમ આરાના નિર્માણમાં અરદેશર ઈરાનીને રૂપિયા 40000નો ખર્ચ થયો હતો. જે તે સમયે ખુબ મોટી રકમ ગણવામાં આવતી હતી.

(4:36 pm IST)