Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

અભિનેત્રીની હરોળમાં સામેલ થઇ વધુ એક મોડેલ-બનિતા

બોલીવૂડ અભિનેતા વરૂણ ધવનની નવી ફિલ્મ ઓકટોબરનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મમાં તેની સાથે હિરોઇન તરીકે વીસ વર્ષની મોડેલ બનિતા સંધૂને લેવામાં આવી છે. તેની આ પહેલી જ ફિલ્મ છે. બનિતાએ બે વર્ષ પહેલા કારકિર્દી શરૂ કરી હતી અને ડબલ મિન્ટની એડમાં જોવા મળી હતી. હવે તે એવી અભિનેત્રી બની ચુકી છે જેણે મોડેલિંગમાંથી બોલીવૂડમાં એન્ટ્રી કરી હોય. ફિલ્મના ટ્રેલરમાં લવ-સ્ટોરીને બદલે પ્રેમની કહાની હોય તેમ જણાય છે. વરૂણ અને બનિતા બંને હોટેલમાં કામ કરતાં જોવા મળે છે. ટ્રેલરમાં આ બંને વચ્ચે લવ-અફેર હોય તેવું દેખાડાયું નથી. પણ અચાનક એવી ઘટના બને છે કે બનિતા કોઇ બિમારીમાં પટકાઇ જાય છે અને આઇસીયુમાં પહોંચી જાય છે. આ કારણે બનિતા અને વરૂણ વધુ નજીક આવે છે. તેવું ટ્રેલરમાં દેખાડાયું છે. ૧૩મી એપ્રિલે ફિલ્મ રિલીઝ થશે.

(9:54 am IST)