Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

સલમાન અને જૈકલીનની ડાન્સ સોંગમાં જમાવટ

અભિનેતા સલમાન ખાન અને અભિનેત્રી જૈકલીન ફર્નાન્ડીસે ચાર વર્ષ પહેલા ફિલ્મ 'કિક'ના ગીત જુમ્મે કી રાત થકી સોૈને ઝૂમવા મજબૂર કરી દીધા હતાં. ફરીથી આ જોડી ઇદ પર રિલીઝ થનારી ફિલ્મ રેસ-૩ થકી ચાહકોને જોરદાર ગીત પર ઝૂમાવવા તૈયાર છે. સલમાનની એનર્જી અને જૈકલીનના ડાન્સીંગ મૂવ અલગ જ અંદાજ ઉભો કરે છે. જૂમ્મે કી રાત ગીત જેવુ જ ડાન્સીંગ સોંગ રેસ-૩માં પણ હશે. આ ગીતને સલમાન અને જૈકલીન સ્પેશિયલ બનાવવા મહેનત કરી રહ્યા છે. રેસ-૩માં આ બંનેના બે ગીત છે. જેમાં એકનું શુટીંગ થઇ ગયું છે. સલમાને આ ગીત પર ખાસ ધ્યાન આપ્યું છે. સલમાને દરેક ફિલ્મમાં એકાદ ગીત ચાર્ટબસ્ટર આપ્યું છે તો જૈકલીન પણ તેની હરોળમાં છે. આ બંને ફરીથી પોતાનો જાદૂ ચલાવવા તૈયાર છે.

(9:54 am IST)