Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

આજથી 'હમ ચાર' રિલીઝઃ રાજકોટના પ્રિત કામાણીની બોલીવૂડમાં એન્ટ્રી

આજથી રાજશ્રી પ્રોડકશન બેનરની ફિલ્મ 'હમચાર' રિલીઝ થઇ છે. નિર્માત કમલ કુમાર બડજાત્યા, રાજકુમાર બડજાત્યા, અજીતકુમાર બડજાત્યા, સૂરજ બડજાત્યા અને નિર્દેશક અભિષેક દિક્ષીતની આ ફિલ્મમાં ચાર મિત્રોની કહાની છે. ફિલ્મમાં સંગીત વિપીન પાહવા અને જ્યોર્જ જોશેફનું છે. રાજશ્રી બેનરે આ વખતે નવા કલાકારોને તક આપી છે. ફિલ્મમાં સિમરન શર્મા, તુષાર પાંડે, પ્રિત કામાણી અને અંશુમાન મલ્હોત્રાની મુખ્ય ભૂમિકા છે.

પ્રિત કામાણી મુળ રાજકોટનો છે. તેણે અનેક એડ ફિલ્મોમાં કામ કર્યુ છે. હવે તે બોલીવૂડમાં આ ફિલ્મ થકી એન્ટ્રી કરી રહ્યો છે. ફિલ્મની કહાનીમાં ચાર મિત્રો નમિત, સિમરન, અબીર અને સરજૂની વાત છે. આ ચારેય કોલેજમાં ભેગા થાય છે અને તેમની દોસ્તીને કારણે તેમના પરિવારો વચ્ચે પણ સંપર્ક વર્ધ છે. આજના યુગમાં મિત્રતા શું છે તેની વાત આ ફિલ્મમાં જોવા મળશે.

(5:08 pm IST)