Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

હવે બનશે એકશન-કોમેડીથી ભરપુર વેલકમ-૩ અને ૪

અભિનેત્રી તનુશ્રી દત્તાએ આરોપો લગાવ્યા બાદ નાના પાટેકરને હાઉસફુલ સિરીઝની ચોથી ફિલ્મ છોડવી પડી હતી. હવે તે વેલકમ-૩ અને વેલકમ-૪માં કામ કરશે. નિર્માતા આ બંને ફિલ્મો એક પછી એક બનાવશે. શુટીંગ ટુંક સમયમાં જ શરૂ થવાનું છે. જોન અબ્રાહમ, નાના પાટેકર અને પરેશ રાવલ મુખ્ય ભૂમિકામાં હશે. ત્રીજા ભાગનું નિર્દેશન અહેમદ ખાન કરશે. ત્રીજો ભાગ ૨૦૨૦માં અને ચોથો ભાગ ૨૦૨૧માં રિલીઝ થશે. આ બંને ફિલ્મોમાં એકશન કોમેડીનો ભરપુર ડોઝ હશે. વેલકમ-૩નું શુટીંગ વિદેશના લોકેશન પર શરૂ થશે. નાના પાટેકરનું જોરદાર કમબેક થશે. નાનાએ ફિલ્મ હોર્ન ઓકે પ્લીઝના સેટ પર પોતાની સાથે છેડછાડ કર્યાનો આરોપ તનુશ્રીએ મુકયો હતો. પરંતુ નાનાએ આ આરોપોનું  ખંડન કર્યુ હતું. જો કે તેને આ વિવાદને કારણે મલ્ટીસ્ટાર ફિલ્મ ગુમાવવી પડી હતી.

(9:50 am IST)