News of Thursday, 15th February 2018

ઈરફાન ખાનની કોમેડી ફિલ્મ 'બ્લેકમેલ'નું ટીઝર રિલીઝ

મુંબઇ: બોલિવૂડ અને હોલિવૂડ બંનેમાં પોતાના આગવા અભિનય દ્વારા વખણાયેલા અભિનેતા ઇરફાન ખાનને કોમેડી કરાવતી  ફિલ્મ બ્લેકમેઇલનું ટીઝર બુધવારે સાંજે રજૂ થયું હતું. આ ટીઝરમાં ખરીદી માટે વપરાતી એક કાગળની થેલી મોઢા પર ઢાંકીને અર્ધનગ્ન ઇરફાન ખાન દોડી રહ્યો છે અને થોડાક લોકો એની પાછળ પડયા છે એવું દ્રશ્ય રજૂ થયું છે. ઇરફાને પોતે સોશ્યલ મિડિયા પર લખ્યું છે,'અમારી  આગામી ફિલ્મ બ્લેકમેઇલનું ટીઝર અહીં રજૂ કર્યું છે... દિલ્હી  બેલી ફેમ અભિનય દેવે એનું ડાયરેક્શન કર્યું છે...ટી સિરિઝ અને આરડી મોશન પિક્ચર્સ દ્વારા બનાવાયેલી આ ફિલ્મનું ટ્રેલર ૨૨ ફેબુ્રઆરીએ રજૂ થવાનું છે. આ ફિલ્મમાં દિવ્યા દત્તા, અરુણોદય સિંઘ, ઓમી  વૈદ્ય,અનુજા સાઠે, પ્રદ્યુમન સિંઘ મોલ અને ગજરાજ રાવ પણ ચમકી રહ્યાં છે. આ ફિલ્મ ચાલુ વર્ષના એપ્રિલની છઠ્ઠીએ રજૂ થવાની છે.

(5:20 pm IST)
  • માઉન્ટ આબુમાં પ્રેમી યુગલે ગળાફાંસો લગાવી જીવન ટુંકાવ્યુ :વેલેન્ટાઈન ડેના દિવસે કરી આત્મહત્યા : આત્મહત્યાના કારણની તપાસમાં લાગી પોલીસ access_time 4:11 pm IST

  • પ્રિયંકા ચોપડાએ ગીતાંજલિ બ્રાન્ડ જ્વેલરીની જાહેરાત માટે તેને પૈસાની ચુકવણી કરવામાં ન આવી હોવાના અને તે આ મામલે અબજોપતિ નિરવ મોદી વિરુદ્ધ કેસ કરવાની હોવાના વેહતા થયેલા મીડિયા એહવાલોને નકારી કાઢ્યા છે. જો કે પ્રિયંકાએ એમ પણ કહ્યું હતું કે તેણે ગીતાંજલિ સાથેનો કોન્ટ્રાકટ કેન્સલ કરી દેવાનો નિર્ણય લીધો છે. તે હવે આ બ્રાન્ડની જાહેરાતમાં નહિં દેખાય. આ પાછળ પ્રિયંકાએ નિરવ મોદી પર થયેલા છેતરપિંડીના આરોપોને જવાબદાર ગણાવ્યા હતા. access_time 11:51 pm IST

  • ૧૯ ફેબ્રુઆરી સોમવારથી ગુજરાત વિધાનસભા સત્રનો પ્રારંભ થશે access_time 3:40 pm IST