Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

ભોલી પંજાબન રુચા ચડ્ડા કરશે હવે ફિલ્મ નિર્દેશન

મુંબઈ: બૉલીવુડ  અભિનેત્રી  રુચા ચડ્ડા એક શોર્ટ ફિલ્મ બનાવીને નિર્દેશન ક્ષેત્રે પગપેસારો કરી રહી છે. રુચાના નિર્દેશનમાં બનનાર ફિલ્મમાં અલી ફઝલ, કોમેડિયન આદાર મલિક અને સત્યજિત ડૂબે કામ કરવાના છે. રુચા એક લેખિકા પણ છે અને હવે તે નિર્દેશન ક્ષેત્રે  આવી રહી છે. ટૂંક સમયમાં તે ગાયકના સ્વરૂપમાં પણ જોવા મળવાની છે. રુચાના અંગત મિત્રએ તો રુચાને નિર્માત્રી પણ કહ્યું છે. શોર્ટ ફિલ્મ 2025 પર આધારિત છે. જયારે શાકભાજી આપણી કલ્પનાથી પણ વધુ મોંઘી થઈ જશે.કથિત વિકાસના લીધે દુનિયામાં મોંઘવારી વધતી જોવા મળવાની છે. મહિનાના અંત સુધીમાં ફિલ્મ રિલીઝ થવાની છે.

(5:18 pm IST)
  • ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરની તબિયત લથડી ;મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા : access_time 1:08 am IST

  • કેનેડાના વડા પ્રધાન ટ્રુડો ૧૭મીથી ભારતની ચાર દિવસ યાત્રા પરઃ ટ્રુડો સરકાર ખાલીસ્તાનીઓ પ્રત્યે કુણું વલણ ધરાવતી હોવાનો આક્ષેપ access_time 11:21 am IST

  • અમિતભાઈ શાહ આજે અમદાવાદમાં પણ આવે છે : કોર્પોરેટર ગૌતમભાઈ પટેલના પુત્રના લગ્નમાં હાજરી આપશે access_time 4:08 pm IST