Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

નવી મુશ્કેલીમાં ફસાયો આ કોમિડિયન: હેલ્મેટ વગર કરી બાઈકની સવારી

મુંબઈ: કોમેડી કિંગ કપિલ શર્મા વિવાદોમાં લઈને હંમેશા ચર્ચામાં હોઈ છે. હવે તે વધુ એક વિવાદમાં ફસાઈ શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.આ વખતે અમૃતસર પોલીસ તેની સામે કેસ કરીને યોગ્ય કાર્યવાહી કરી શકે છે. આ મામલો ટ્રાફિક નિયમને લાગતો છે. સોશીય મીડિયા પર કપિલ શર્માનો એક વિડિઓ વાઇરલ થયો છે જેમાં  કપિલ હેલ્મેટ વગર બાઈક ચલાવે છે. મોદી રાત્રે તે બુલેટ ચલાવવાનો આનંદ લઇ રહ્યા છે. નિયમ ઉલ્લઘન કરવા માટે કપિલ સામે આ માટે પોલીસ ફરિયાદ પણ થઇ છે. જયારે આ વિડીયો વાઇરલ થયો કે તરત જ લોકો દ્વારા વિવિધ પ્રકરની કોમેન્ટ આવવા લાગી હતી.

(5:15 pm IST)
  • બિહારની ધર્મશાળામાં બોમ્બ બ્લાસ્ટ : આરા ખાતે થયેલા વિસ્ફોટનો મુખ્ય આરોપી જીતેન્દ્રકુમારની ધરપકડ : કલકત્તાથી ૫ હુમલાખોરો આવ્યા'તા : ૧ હુમલાખોર ઘાયલ, ૩ ફરાર access_time 12:25 pm IST

  • મુંબઇ મહાનગરપાલિકા(BMC)એ સલમાનખાનની પ્રખ્યાત NGO સંસ્થા 'બીઈંગ હ્યુમન'ને બ્લેકલીસ્ટમાં મૂકી દીધી છે. 'બીઈંગ હ્યુમન' પર આરોપ છે કે તેણે BMCની સાથે વચનભંગ કર્યો છે. આ માટે BMCએ સંસ્થાને કારણ દર્શાઓ નોટીસ પણ ફટકારી છે. મુંબઈ મીરરના એહવાલ અનુસાર બીઈંગ હ્યુમન' ફાઉન્ડેશને બંદર વિસ્તારમાં ડાયાલીસીસના યુનિટ બનાવવાના હતા, જેના લીધી મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને સસ્તી સારવાર મળી રહે, પરંતુ બીઈંગ હ્યુમન' ફાઉન્ડેશને હજુ સુધી આ યુનિટો ચાલુ નથી કર્યા. access_time 2:25 pm IST

  • સ્વચ્છ ભારત મિશન ઉપર કલંક લગાવતા ભાજપના પ્રધાન : ''સ્વચ્છ ભારત'' મિશન ઉપર કલંક લગાવતા રાજસ્થાનના હેલ્થ મિનિસ્ટર કાલીચરણ સરાફ : રોડ ઉપર ખુલ્લામાં લઘુશંકા કરી : કોંગ્રેસે માફી માંગવાનું કહેતા ના પાડી દીધીઃ માથે જાતા એમ કહ્યુ કે પોલીસ ૨૦૦ રૂપિયા દંડ લઈ લ્યે બીજુ શું? આ કયાં કોઈ મોટો મુદ્દો છે? access_time 4:59 pm IST