News of Thursday, 15th February 2018

હવે રાક્ષસ બનશે ગજેન્દ્ર ચૌહાણ

બી. આર. ચોપડાની સિરીયલ મહાભારતમાં યુધિષ્ઠીર બનીને ઘરે-ઘરમાં ઓળખ મેળવી ચુકેલો અભિનેતા ગજેન્દ્ર ચોૈહાણ હવે રાક્ષસના રોલમાં જોવા મળશે. ગજેન્દ્ર ટીવી, ફિલ્મોના અભિનેતા ઉપરાંત ટેલિવિઝન ઇન્સ્ટીટ્યુટના ચેરપરસન પણ રહી ચુકયા છે. ફરીથી તે એક ધાર્મિક સિરીયલમાં કામ કરશે. અગાઉ ધર્મરાજ બનેલા આ અભિનેતાને હવે અસૂર બનવાનો રોલ મળ્યો છે. ટીવી શો વિઘ્નહર્તામાં ગજેન્દ્ર દંભાસુર નામના રાક્ષસનો રોલ નિભાવી રહ્યા છે. આ શો સોની પરનો છે. ગજેન્દ્રએ કહ્યું હતું કે દંભાસુર એક એવો રાક્ષસ હતો જેણે ભગવાન શિવના કૈલાસ પર્વત પરના સ્થળને છીનવી લેવા પ્રયાસ કર્યો હતો. આ રોલ ખુબ જ દમદાર છે. દર્શકોને મારો નેગેટીવ રોલ પણ ગમશે. ૨૦૧૫-૧૭માં ગજેન્દ્ર ફિલ્મ ટેલિવિઝન ઇન્સ્ટીટ્યુટના ચેરપરસન હતાં ત્યારે છાત્રોએ તેને હટાવવા ખુબ પ્રદર્શન કર્યુ હતું.

 

(9:35 am IST)
  • ઇરાની રાષ્ટ્રપતિ હસન રૂહાની આજથી ભારતની ૩ દિવસીય યાત્રા ઉપર બપોરે ૪ વાગ્યે હૈદ્રાબાદ આવી પહોંચ્યા છે. કેન્દ્રીય મંત્રી આર.કે.સિધે તેમનું સ્વાગત કર્યું હતું access_time 4:29 pm IST

  • પ્રિયંકા ચોપડાએ ગીતાંજલિ બ્રાન્ડ જ્વેલરીની જાહેરાત માટે તેને પૈસાની ચુકવણી કરવામાં ન આવી હોવાના અને તે આ મામલે અબજોપતિ નિરવ મોદી વિરુદ્ધ કેસ કરવાની હોવાના વેહતા થયેલા મીડિયા એહવાલોને નકારી કાઢ્યા છે. જો કે પ્રિયંકાએ એમ પણ કહ્યું હતું કે તેણે ગીતાંજલિ સાથેનો કોન્ટ્રાકટ કેન્સલ કરી દેવાનો નિર્ણય લીધો છે. તે હવે આ બ્રાન્ડની જાહેરાતમાં નહિં દેખાય. આ પાછળ પ્રિયંકાએ નિરવ મોદી પર થયેલા છેતરપિંડીના આરોપોને જવાબદાર ગણાવ્યા હતા. access_time 11:51 pm IST

  • ધ્યાન દેજો...મોરબી પાસે કચ્છના નાના રણમાં 'કલ્પસર' જેવી જ પાણી સંગ્રહની શકયતા :યોજના અમલી બન્યે સૌરાષ્ટ્ર સોનુ ઉત્પન્ન થશેઃ સેતુબંધ ફાઉન્ડેશન દ્વારા વિજયભાઇ રૂપાણી સમક્ષ રજુઆત access_time 4:11 pm IST