Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

સલમાન ખાન મહેરબાન... બોબીને મળી બીજી ફિલ્મ

બોલીવૂડમાં સલમાન ખાન જેના પર મહેરબાન થાય તેને કામ શોધવા જવું પડતું નથી. અનેક હીરો-હિરોઇનને લોન્ચ કરી ચુકેલા સલમાન ખાને બોબી દેઓલની કારકિર્દી ફરી પાટે ચડાવવા તેને રેસ-૩માં મહત્વનો રોલ અપાવ્યો છે. સલમાનના કહેવા મુજબ બોબીએ આ ફિલ્મ માટે જીમમાં જઇ ખાસ બોડી બનાવી છે. બોબીને ફિલ્મોમાં સની દેઓલે લોન્ચ કર્યો હતો અને તેની કારકિર્દી બનાવવા સતત મહેનત કરી છે. બોબી ત્રણેક વર્ષથી ખાલી બેઠો હોઇ વજન ખુબ વધી ગયું હતું. સલમાને તેને વજન ઓછુ થાય તો રેસ-૩ મળશે તેવી ઓફર કરતાં જ બોબી જીમમાં પરસેવો પાડવા માંડ્યો હતો. તેની મહેનતથી પ્રભાવીત થઇ સલમાને પોતાની બીજી ફિલ્મ 'ભારત'માં પણ બોબીને ખાસ રોલ આપ્યો છે. આ રોલ નાનો પણ મહત્વનો છે. બોબી સલમાન માટે આ રોલ કરવા તૈયાર છે.

 

(9:34 am IST)