Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

આર. બાલ્કી નિર્દેશિત બાયોપિકમાં નજરે પડશે કંગના રનૌત અને અમિતાભ બચ્ચન

મુંબઇ: અમિતાભ બચ્ચન એક બોયોપિક ફિલ્મમાં નજરે ચડશે. આર. બાલ્કી વોલીબોલ પ્લેયર અને માઉન્ટ એવરેસ્ટ ચડનારી પ્રથમ દિવ્ગ મહિલા અરુણિમા સિંહાની બાયોપિક બનાવાનો છે. જેમાં અરુણિમાનું પાત્ર કંગના અને તેના કોચની ભૂમિકા અમિતાભ બચચ્ચન ભજવશે.અમિતાભ બચ્ચન આર. બાલ્કીનો હંમેશાથી ફેવરિટ રહ્યો છે. તેની દરેક ફિલ્મમાં તે બિગ બીને  નાની-મોટી ભૂમિકામાં ગોઠવી દે છે. અરુણિમા સિંહા ભારતીય વોલીબોલ પ્લેયર છે.

૨૦૧૧ના એક ટ્રેન અકસ્માતમાં તેણે એક પગ ગુમાવી દીધો છે. દિવ્યાંગ હોવા છતાં તેણે માઉન્ટ એવરેસ્ટ ચઢીને ભારતનું નામ રોશન કર્યું છે. અમિતાભ અને કંગના રૃપેરી પડદે પ્રથમ વખત સાથે દેખાશે પરંતુ ેક વિજ્ઞાાપનમાં તેઓ સાથે દેખાઇ રહ્યા છે.

(5:00 pm IST)
  • પ્રિયંકા ચોપડાએ ગીતાંજલિ બ્રાન્ડ જ્વેલરીની જાહેરાત માટે તેને પૈસાની ચુકવણી કરવામાં ન આવી હોવાના અને તે આ મામલે અબજોપતિ નિરવ મોદી વિરુદ્ધ કેસ કરવાની હોવાના વેહતા થયેલા મીડિયા એહવાલોને નકારી કાઢ્યા છે. જો કે પ્રિયંકાએ એમ પણ કહ્યું હતું કે તેણે ગીતાંજલિ સાથેનો કોન્ટ્રાકટ કેન્સલ કરી દેવાનો નિર્ણય લીધો છે. તે હવે આ બ્રાન્ડની જાહેરાતમાં નહિં દેખાય. આ પાછળ પ્રિયંકાએ નિરવ મોદી પર થયેલા છેતરપિંડીના આરોપોને જવાબદાર ગણાવ્યા હતા. access_time 11:51 pm IST

  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વકીલે ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે તેણે પોર્ન સ્ટાર ડેનિયલ્સનું ઉર્ફે સ્ટેફની ફ્લિફોર્ડને પોતાના ખિસ્સામાંથી 1,30,000 ડોલર (રૂ.83 લાખ) આપ્યા હોવાની વાત સ્વીકારી છે. આ પોર્ન સ્ટાર પર 2006માં યુએસ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર કથિત રીતે જાતિય સંબંધ બનાવ્યા હતા. ટ્રમ્પના વકીલ માઈકલ કોહેને ધ ન્યૂ યોર્ક ટાઈમ્સને જણાવ્યું હતું કે તેમણે સ્ટોર્મી ડેનિયલ્સને ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશન કે ટ્રમ્પના પ્રચાર અભિયાનમાંથી કોઈ નાણાં આપ્યા નથી access_time 9:28 am IST

  • નોબેલ શાંતિ પારિતોષિક વિજેતા મલાલા યુસુફઝાઈએ સ્ત્રીઓનાં માસિક ચક્ર વખતે સ્વચ્છતા જાળવવાની સાથોસાથ એવી સ્ત્રીઓની અવગણના ન કરવાનો સંદેશ આપતી બોલીવૂડની ફિલ્મ ‘પેડ મેન'ની પ્રશંસા કરી છે. હવે ‘પેડ મેન'નાં નિર્માતાઓ મલાલા માટે સ્પેશિયલ શો યોજવાની તૈયારીમાં છે, એવું ફિલ્મના દિગ્દર્શક આર. બાલ્કીએ જણાવ્યું હતું. access_time 11:57 pm IST