Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

હવે અનુષ્કા શર્મા પણ રમશે ક્રિકેટ:ભારતીય મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામીની બાયોપિકમાં કરશે કામ

મુંબઈ : અભિનેત્રી અને ક્રિકેટર વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ છેલ્લા એક વર્ષથી કોઈ ફિલ્મની જાહેરાત કરી નથી. તે છેલ્લા વર્ષે ડીસેમ્બર ૨૦૧૮ માં શાહરૂખ ખાનની ફિલ્મ 'ઝીરો' માં જોવા મળી હતી. પરંતુ આ ફિલ્મના બોક્સઓફીસ પર  ફ્લોપ રહ્યા બાદ તેમને કોઈ ફિલ્મ કરી નથી. હવે સમાચાર આવ્યા છે કે, અનુષ્કા શર્મા ભારતીય મહિલા ટીમની ખેલાડી ઝૂલન ગોસ્વામીની લાઈફ પર બેસ્ડ ફિલ્મમાં જોવા મળી શકે છે.

સમાચાર મુજબ, ભૂતપૂર્વ ભારતીય મહિલા ક્રિકેટર ટીમની કેપ્ટન અને ઓલરાઉન્ડર ઝૂલન ગોસ્વામીની બાયોપિકમાં અનુષ્કા શર્મા મુખ્ય રોલમાં જોવા મળશે.

છેલ્લા એક વર્ષથી અનુષ્કા શર્માએ કોઈ નવી ફિલ્મની જાહેરાત કરી નથી. એવામાં અફવાઓ ફેલાવવા લાગી હતી કે, તે પોતાના પરિવારને વધારવા ઈચ્છે છે. તેમ છતાં, એક ઈન્ટરવ્યુંમાં અનુષ્કા શર્માએ જણાવ્યું હતું કે, લોકોની પાસે જ્યારે કોઈ કામ નથી હોતું તો તે આવી રીતની વાતો કરે છે. લગ્નના થોડા મહિના બાદ તે કહેવાનું શરુ કરી દીધું છે કે, શું તમે પ્રેગનેન્ટ છો.

અનુષ્કા શર્મા મુજબ, ઘણી વખત મગજને આરામ આપવા માટે બ્રેક લેવો જરૂરી હોય છે. હું ઘણી સ્ક્રિપ્ટ્સને વાંચી રહી છુ અને જ્યારે કોઈ સારી કહાની હાથ લાગી જશે તો હું પોતે પણ શુટિંગ સેટ પર આવવા માટે આતુર છુ

(12:30 am IST)