Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

અમિતાભ બચ્ચનની આંખમાં કાળો ડાઘ પડી જતા ફેન્સમાં ચિંતાઃ તબીબો કહે છે વધતી ઉંમર આ સમસ્યાનું તારણ

મુંબઈ : બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન હાલ માતા તેજી બચ્ચનને ખૂબ યાદ કરી રહ્યા છે અને વાતની જાણકારી તેમણે પોતાની એક ટ્વીટ દ્વારા આપી છે. તેમનું ટ્વીટ વાંચ્યા બાદ ફેન્સ પણ ઈમોશનલ થઈ ગયા છે. બિગ બી મંગળવારે ડોક્ટરને ત્યાં ચેકઅપ કરાવવા માટે ગયા હતા. તેમની ડાબી આંખમાં કાળો ડાઘ પડી ગયો છે. તેનું ચેકઅપ કરાવવા જ તેઓ ગયા હતા. જો કે, ડોક્ટર્સનું કહેવું છે કે વધતી ઉંમરમાં આવી સમસ્યા રહે છે અને તેમાં ડરવાની કોઈ જરૂરી નથી. સાથે જ ઘરેલું નુસખા દ્વારા તેને ઠીક કરી શકાઈ છે. ડોક્ટરે તેમને કપડાથી શેક કરવાની સલાહ આપી છે. આ નુસખાને સાંભળીને અમિતાભ બચ્ચનને માતાની યાદ આવી ગઈ. જ્યારે તેજી બચ્ચન સાડીના પાલવથી આંખ પર શેક આપતા હતા. બિગ બીએ કહ્યું કે, માતાના પાલવથી શ્રેષ્ઠ કંઈ નથી. અમિતાભે પોતાની લાગણી વ્યક્ત કરતી ટ્વીટ કરી છે.

અમિતાભની આ ઇમોશનલ પોસ્ટ વિશે ડોક્ટર આશીષ તિવારી માને છે કે વધતી વય સાથે આંખની આ સમસ્યા થઈ જાય છે. વ્યક્તિની આંખના કોર્નિયોસ્કલેરલ જંક્શન(corneoscleral junction) છે. સામાન્ય રીતે આનાથી કોઈ તકલીફ નથી પડત. જોકે ડોક્ટરના મત પ્રમાણે સમસ્યા વધે તો ડોક્ટર બાયોપ્સી કરીને એના પરિણામના આધારે ટ્રીટમેન્ટ આપે છે. સામાન્ય રીતે આંખ પર શેક કરવામાં આવે છે પણ એ આંખની તમામ બીમારી પર લાગુ નથી થતા.

ડોક્ટર્સનું કહેવું છે કે અમિતાબ બચ્ચનના ઢગલાબંધ ફોલોઅર્સ છે અને તેમની પોસ્ટ જોઈને આંખમાં ફુંક મારીને સારવાર કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ. તમને જ્યારે સમસ્યા નડે તો તરત ડોક્ટર પાસે ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. આંખ શરીરનો સૌથી નાજુક હિસ્સો હોય છે અને દરેક વ્યક્તિએ પોતાની આંખોનું ધ્યાન રાખવું જોઈએ.

(4:40 pm IST)